પાસપોર્ટમાંથી ભૂતપૂર્વ પતિનું નામ કાઢવા માટે ડિવોર્સ ડિક્રી ફરજિયાત નથી
Click the Language Button below to read in your language.
છૂટાછેડા બાદ પાસપોર્ટમાં રહેલું પૂર્વ પતિનું નામ દૂર કરાવવા માટે દરેક કિસ્સામાં કોર્ટનો ડિવોર્સ ડિક્રી રજૂ કરવો ફરજિયાત નથી, તેમ કેરળ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે. પાસપોર્ટમાંથી ભૂતપૂર્વ પતિનું નામ કાઢવા માટે ડિવોર્સ ડિક્રી ફરજિયાત નથી.
કેરળ હાઈકોર્ટે જણાવ્યું છે કે પાસપોર્ટ નિયમોમાં જ્યાં કોર્ટના છૂટાછેડાના ડિક્રી રજૂ કરવાની ફરજિયાત શરત નથી, ત્યાં માત્ર Office Memorandumના આધારે પાસપોર્ટ સત્તાધિકારી અરજદાર પાસેથી ડિવોર્સ ડિક્રી માગી શકે નહીં. અદાલતે પાસપોર્ટ સત્તાધિકારીને અરજદારનો પાસપોર્ટ ફરીથી જારી કરતી વખતે spouseનું નામ દૂર કરવાની અરજી કાયદા અનુસાર વિચારવા અને એક મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.
કેરળ હાઈકોર્ટનો ચુકાદો : પાસપોર્ટમાંથી ભૂતપૂર્વ પતિનું નામ કાઢવા માટે ડિવોર્સ ડિક્રી ફરજિયાત નથી.
આ ચુકાદો કેરળ હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ મુરલી પુરુષોત્તમને 10 ઓગસ્ટ 2026ના રોજ WP(C) No. 7305 of 2026માં આપ્યો હતો. ચુકાદાનો સિટેશન 2026:KER:61152 છે.
અરજદાર ભારતીય પાસપોર્ટ ધરાવતા હતા, જેમાં spouse columnમાં તેમના પતિનું નામ નોંધાયેલું હતું. લગ્નજીવનમાં વિખવાદ થયા બાદ બંને વચ્ચે પરસ્પર સંમતિથી લગ્નવિચ્છેદ થયો હતો. અરજદારના જણાવ્યા મુજબ Muslim Personal Law હેઠળ talaqની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
અરજદારે પાસપોર્ટ ફરીથી જારી કરાવવા અને તેમાં રહેલું spouseનું નામ દૂર કરવા માટે અરજી કરી હતી. પરંતુ પાસપોર્ટ સત્તાધિકારીએ કોર્ટનો divorce order રજૂ ન કરાયો હોવાનું કારણ આપી અરજી સ્વીકારવામાં અડચણ ઊભી કરી હતી.
પાસપોર્ટ સત્તાધિકારીએ શું દલીલ કરી?
કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે 6 સપ્ટેમ્બર 2024ના Office Memorandum દ્વારા spouseનું નામ પાસપોર્ટમાંથી દૂર કરવા માટે divorce order/decree ફરજિયાત કરવામાં આવ્યો છે.
આ Office Memorandumમાં spouseનું નામ ઉમેરવા માટે Marriage Certificate અથવા Joint Photo Declaration અને spouseનું નામ દૂર કરવા માટે Divorce Order/Decree રજૂ કરવાની જોગવાઈ દર્શાવવામાં આવી હતી.
Office Memorandumમાં એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે અગાઉની liberalised passport પ્રક્રિયાનો દુરુપયોગ કરીને કેટલાક લોકો અન્ય વ્યક્તિનું નામ તેમની જાણ વગર spouse તરીકે પાસપોર્ટમાં દર્શાવતા હતા, જેના કારણે સંબંધિત વ્યક્તિને મુશ્કેલી અને પ્રતિષ્ઠાને નુકસાન થતું હતું.
હાઈકોર્ટે Passport Rules પર ભાર મૂક્યો
કેરળ હાઈકોર્ટે Passport Rules, 1980ના Schedule III હેઠળના Passport Information Bookletની Section IV(B) પર ખાસ ધ્યાન દોર્યું.
આ જોગવાઈમાં લગ્ન, પુનઃલગ્ન અથવા છૂટાછેડા બાદ પાસપોર્ટમાં spouseનું નામ ઉમેરવા, નામ બદલવા અથવા spouseનું નામ દૂર કરવા સંબંધિત પ્રક્રિયા આપવામાં આવી છે.
ખાસ કરીને divorcee દ્વારા existing passportમાંથી spouseનું નામ દૂર કરવાની બાબતમાં નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે applicationમાં અરજદાર દ્વારા આપવામાં આવેલી વિગતો સિવાય marriage અથવા dissolution of marriageનો documentary proof, જેમાં judicial separationનો court order અથવા divorce decreeનો સમાવેશ થાય છે, જરૂરી નથી.
Office Memorandum કાયદાકીય નિયમોને override કરી શકે નહીં
આ ચુકાદાનો સૌથી મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંત અહીં જોવા મળે છે.
હાઈકોર્ટે જણાવ્યું કે Passport Rules કાયદાકીય નિયમો છે અને જ્યારે આવા statutory rulesમાં divorce decree રજૂ કરવાની ફરજિયાત આવશ્યકતા રાખવામાં આવી નથી, ત્યારે માત્ર executive instruction અથવા Office Memorandum દ્વારા એવી વધારાની શરત લાદી શકાય નહીં.
કોર્ટના મત મુજબ executive instructions અથવા office memorandums statutory rulesને override, amend અથવા supersede કરી શકતા નથી. તેથી spouseનું નામ પાસપોર્ટમાંથી દૂર કરવા માટે divorce decree રજૂ કરવાની શરત Office Memorandum દ્વારા ફરજિયાત બનાવી શકાતી નથી, જ્યારે સંબંધિત statutory rules એવી માંગ કરતા નથી.
Muslim Personal Law હેઠળ Talaq અંગે કોર્ટનું અવલોકન
કોર્ટએ Muslim Personal Law હેઠળ માન્ય divorceના વિવિધ સ્વરૂપોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અગાઉના ચુકાદાનો સંદર્ભ આપતા હાઈકોર્ટે જણાવ્યું કે Islamic Law હેઠળ લગ્નવિચ્છેદના વિવિધ સ્વીકૃત સ્વરૂપોમાં Talaq-e-tafwiz, Khula, Mubara’at અને Faskhનો સમાવેશ થાય છે.
કેરળ હાઈકોર્ટના અગાઉના Fathima Abdul Kareem v. State of Kerala and others કેસમાં પણ એવું માનવામાં આવ્યું હતું કે competent court દ્વારા divorceનું authentication divorce સાબિત કરવાની એક રીત છે, પરંતુ તે એકમાત્ર રીત નથી. Muslim Communityમાં પતિ દ્વારા ઉચ્ચારવામાં આવેલ talaqને પણ divorceના સ્વીકૃત સ્વરૂપ તરીકે માન્યતા આપવામાં આવી છે.
ત્યારબાદ Kanjirathingal Abdul Khader Nissar v. Passport Officer કેસમાં પણ હાઈકોર્ટે જણાવ્યું હતું કે Muslim Personal Law હેઠળ talaq દ્વારા થયેલા divorceના આધારે પાસપોર્ટમાંથી divorced wifeનું નામ દૂર કરવા માટે formal divorce decree જરૂરી નથી.
Ashna Moidu v. Regional Passport Officer કેસમાં પણ Passport Authorityને Talaq દ્વારા થયેલા લગ્નવિચ્છેદના આધારે spouseનું નામ પાસપોર્ટમાંથી દૂર કરવાની અરજી કોર્ટના divorce order પર આગ્રહ રાખ્યા વગર વિચારવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
Mubaraat અંગે અગાઉનો ચુકાદો પણ મહત્વપૂર્ણ
કેરળ હાઈકોર્ટે Ayshath Bunayath v. Union of India કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તે કેસમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે Passport Authorities Muslim Personal Law હેઠળ માન્ય લગ્નવિચ્છેદના સ્વરૂપ Mubaraat Namaને divorceના પુરાવા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી શકે નહીં અને માત્ર divorce decree રજૂ કરવાની માંગ કરી શકે નહીં.
અરજદારને શું રાહત મળી?
કેરળ હાઈકોર્ટે Passport Officerને અરજદારની passport re-issuance અરજી spouseનું નામ દૂર કરવા માટે વિચારવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો.
કોર્ટે કહ્યું કે અરજદાર પાસેથી competent courtનો divorce decree રજૂ કરવાની ફરજ પાડ્યા વગર અરજી કાયદા અનુસાર વિચારવી અને ચુકાદાની નકલ પ્રાપ્ત થયાની તારીખથી વધુમાં વધુ એક મહિનાની અંદર યોગ્ય આદેશ પસાર કરવો. ત્યારબાદ writ petitionનો નિકાલ કરવામાં આવ્યો.
ચુકાદાનો કાનૂની સાર : પાસપોર્ટમાંથી ભૂતપૂર્વ પતિનું નામ કાઢવા માટે ડિવોર્સ ડિક્રી ફરજિયાત નથી
આ ચુકાદામાંથી મુખ્ય કાનૂની મુદ્દો એ છે કે પાસપોર્ટમાંથી પૂર્વ spouseનું નામ દૂર કરવાની પ્રક્રિયામાં statutory Passport Rules અને executive instructions વચ્ચે વિસંગતિ હોય તો માત્ર Office Memorandumના આધારે statutory rules કરતાં વધુ કડક શરત લાદી શકાતી નથી.
કેરળ હાઈકોર્ટના આ ચુકાદાએ ખાસ કરીને એ બાબત સ્પષ્ટ કરી છે કે divorcee દ્વારા passportમાંથી spouseનું નામ દૂર કરવાની બાબતમાં Passport Information Booklet હેઠળ divorce decree રજૂ કરવાની આવશ્યકતા ન હોય તો Passport Authority માત્ર Office Memorandumના આધારે તેની માંગ કરી શકે નહીં.
આ ચુકાદો ખાસ કરીને એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેમના લગ્નનો અંત કાયદેસર રીતે માન્ય રીતથી આવ્યો હોય અને તેઓ પોતાના પાસપોર્ટમાં પૂર્વ spouseની વિગતો દૂર કરાવવા માંગતા હોય.
કેસનું નામ: Raeesa Parveen v. Union of India & Others
કેસ નંબર: WP(C) No. 7305 of 2026
ચુકાદાની તારીખ: 10 ઓગસ્ટ 2026
સિટેશન: 2026:KER:61152
કોર્ટ: Kerala High Court, Ernakulam
ન્યાયમૂર્તિ: Justice Murali Purushothaman
Kerala High Court, કેરળ હાઈકોર્ટ, Passport, પાસપોર્ટ, Divorce, છૂટાછેડા, Divorce Decree, Divorce Decree Not Mandatory, Spouse Name Deletion, પાસપોર્ટમાંથી પતિનું નામ, પતિનું નામ દૂર કરવું, Muslim Personal Law, મુસ્લિમ પર્સનલ લો, Talaq, તલાક, Passport Rules 1980, Passport Authority, Passport Office, Office Memorandum, Divorce Case, Legal News, Indian Law, High Court Judgment, 2026:KER:61152, WP(C) 7305 of 2026
