જો પત્નીના ખરાબ વર્તન ના લીધે પતિ કમાવા અસમર્થ બની જાય તો પત્ની ભરણ પોષણ માટે દાવો ના કરી શકે – અલાહાબાદ હાઇ કોર્ટ
ભરણપોષણ હક્ક નહીં પરંતુ ક્ષમતા પર આધારિત છે: અલાહાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ
તાજેતરના 19 જાન્યુઆરી 2026 ના એક મહત્વપૂર્ણ અને સિદ્ધાંતાત્મક ચુકાદામાં Allahabad High Court એ ભરણપોષણ કાયદાનો મૂળભૂત સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે કે ભરણપોષણ આપવાની જવાબદારી ફરજ નહીં પરંતુ વાસ્તવિક કમાણી ક્ષમતા સાથે જોડાયેલી છે. અદાલતે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો પત્ની અથવા તેના પરિવારજનોના કારણે પતિની કમાણી ક્ષમતા નષ્ટ થઈ હોય, તો પત્ની એ પરિસ્થિતિ માં પત્ની ભરણપોષણ માંગી શકે નહીં.
અદાલતે વધુમાં અવલોકન કર્યું કે ગરીબી અને નિરાધારતા અટકાવવા માટે બનાવાયેલ ભરણપોષણ કાયદો, પત્ની તરફથી થયેલ ગુનાહિત હિંસા કારણે અશક્ત બનેલા પતિ સામે અન્યાયનું સાધન બની શકે નહીં, હકીકતમાં ફક્ત એવા સંજોગોમાં જ પત્ની ભરણ પોષણ માંગી શકે કે જેમાં પતિ એ પત્ની પર અત્યાચાર કરીને કાઢી મૂકી હોય.
કેસની પૃષ્ઠભૂમિ
આ મામલો Vineeta vs. Dr. Ved Prakash Singh તરીકે નોંધાયેલ છે. પત્ની દ્વારા CrPC કલમ 125 હેઠળ માંગવા માં આવેલ અંતરિમ ભરણપોષણ નામંજૂર કરનાર આદેશ સામે ક્રિમિનલ રિવિઝન દાખલ કરવામાં આવેલ હતી.
પતિ એક પ્રેક્ટિસ કરતા હોમિયોપેથીક ડોકટર હતા અને પોતાની ક્લિનિક ચલાવતા હતા. તા. 13-04-2019ના રોજ, ક્લિનિકમાં દર્દીઓની સારવાર દરમિયાન, પત્નીના ભાઈ અને પિતાએ અન્ય લોકો સાથે આવીને ગાળો આપી હતી. પતિએ વિરોધ કરતા પત્નીના ભાઈએ ગોળી ચલાવી હતી. ગોળી પતિ હાડકામાં ફસાઈ ગઈ હતી અને મેડિકલ પુરાવા મુજબ તેને કાઢવાનો પ્રયાસ પેરાલિસિસનું જોખમ ધરાવતો હતો. પરિણામે પતિ લાંબા સમય સુધી બેસી શકતા નહોતા, તેમની પ્રેક્ટિસ બંધ થઈ ગઈ અને તેઓ સંપૂર્ણ રીતે બેરોજગાર અને કમાણી માટે અસમર્થ બન્યા.
ફેમિલી કોર્ટનો આદેશ:
કુશીનગર, પદ્રૌના સ્થિત ફેમિલી કોર્ટના Additional Principal Judge એ તા. 07-05-2025ના આદેશથી પત્નીની અંતરિમ ભરણપોષણ અરજી નામંજૂર કરી હતી. અદાલતે સ્પષ્ટ રીતે નોંધ્યું હતું કે પતિ અગાઉ પત્નીને પોષી શકતા હતા, પરંતુ પત્નીના પિતા અને ભાઈ દ્વારા કરાયેલ ગુનાહિત કૃત્યથી પતિની કમાણી ક્ષમતા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી.
હાઈકોર્ટનું અવલોકન
માનનીય ન્યાયમૂર્તિ શ્રી લક્ષ્મીકાંત શુક્લાએ ક્રિમિનલ રિવિઝન ફગાવતા જણાવ્યું કે ભલે ભારતીય સમાજમાં પતિ પર પત્નીનું ભરણપોષણ કરવાની પવિત્ર ફરજ માનવામાં આવે, પરંતુ એ ફરજ બિન શરતી રીતે લાગુ કરી શકાય નહીં.
અદાલતે સ્પષ્ટ કહ્યું કે જો પત્ની અથવા તેના પરિવારજનોના કૃત્યો દ્વારા પતિની કમાણી ક્ષમતામાં વિઘ્ન પેદા કરે છે, તો તેણીને એ પરિસ્થિતિનો લાભ લઈ ભરણપોષણ માગવાની મંજૂરી આપી શકાય નહીં. આવી સ્થિતિમાં ભરણપોષણ આપવાનો હુકમ કરવો એ “ઘોર અન્યાય” બનશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધાર
હાઈકોર્ટે Shamima Farooqui v. Shahid Khan ના ચુકાદાનો આધાર લીધો, જેમાં સ્પષ્ટ કરાયું છે કે પતિની ભરણપોષણ જવાબદારી તેની વાસ્તવિક કમાણી ક્ષમતા પર નિર્ભર છે. આ સિદ્ધાંત લાગુ કરતાં અદાલતે ઠરાવ્યું કે જ્યારે કમાણી ક્ષમતાનું નાશ પત્ની તરફથી થયેલ ગુનાહિત હિંસા કારણે થયું હોય, ત્યારે પતિને ભરણપોષણ માટે જવાબદાર ઠરાવી શકાય નહીં.
મુખ્ય મુદ્દાઓ
- ભરણપોષણ લિંગ આધારિત હક્ક નથી, પરંતુ ક્ષમતા આધારિત છે.
- ગુનાહિત હિંસા કારણે અશક્ત બનેલા પતિને ભરણપોષણ દ્વારા દંડિત કરી શકાય નહીં.
- સ્પષ્ટ અન્યાય હોય ત્યાં ભરણપોષણ કાયદાનો દુરુપયોગ થવા દેવામાં આવશે નહીં.
- કુટુંબ કાયદામાં તથ્યો અને ન્યાય, રૂઢિ કરતા મહત્ત્વના છે.
નિષ્કર્ષ
આ ચુકાદા દ્વારા અલાહાબાદ હાઈકોર્ટે ભરણપોષણ કાયદાની હદો સ્પષ્ટ કરી છે. કાયદાનો ઉદ્દેશ ગરીબી અટકાવવાનો છે, અશક્ત પતિને દંડિત કરવાનો નથી. પત્ની તરફથી થયેલ ગુનાહિત કૃત્યોથી અશક્ત બનેલા પતિ સામે ભરણપોષણ ફરજ લાદવી ન્યાય નહીં પરંતુ અન્યાય ગણાશે. આ ચુકાદો ન્યાય, સમતુલા અને વાસ્તવિકતાનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.
maintenance under hindu law in tamil, maintenance family law, maintenance under hindu law, maintenance of wife under hindu law, indian family law, alimony and maintenance under hindu law, maintenance under muslim law, law and maintenance in india, maintenance law india, maintenance law in india, maintenance case law india, family law in india, maintenance law in india for wife, maintenance under crpc, maintenance hindu law, maintenance laws in india, maintenance under 125 crpc, maintenance under 144 bnss, Vineeta vs. Dr. Ved Prakash Singh, Shamima Farooqui v. Shahid Khan
144 bnss, dhara 144 bnss, section 144 bnss, 144 bnss case procedure, section 144 of bnss, bnss 144 case process, section 144 bnss mein kya hai, section 144 bnss maintenance, bnss, law of maintenance under section 144 bnss, patni ke liye bharan poshan dhara 144 bnss, what is section 144 of the bnss act?, maintenance under section 144 bnss in hindi, crpc 125 replaced by bnss section 144, what is section 144 of bnss maintenance?, bnss 2023, bnss crpc, crpc vs bnss, bnss vs crpc
Vineeta vs. Dr. Ved Prakash Singh ચુકાદો ડાઉનલોડ કરો
You may also like this : क्यों बार बार दिखता है नंबर 555 ?
