નોંધણી વગરના ત્યાગપત્રથી મિલકત ટ્રાન્સફર થઈ શકે નહીં
Click the Language Button below to read in your language.
નોંધણી વગરના ત્યાગપત્રથી મિલકત ટ્રાન્સફર થઈ શકે નહીં
મિલકતના હકને લગતા વિવાદોમાં ઘણી વખત પરિવારના સભ્યો વચ્ચે કરવામાં આવેલા દસ્તાવેજો મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ એવો દસ્તાવેજ કરવામાં આવ્યો હોય એટલે જ મિલકતનો માલિકી હક કાયદેસર રીતે ટ્રાન્સફર થઈ જાય એવું જરૂરી નથી.
છત્તીસગઢ હાઈકોર્ટે તાજેતરના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો હક્ક જતો કરવા માટે ત્યાગપત્ર તૈયાર કરવામાં આવેલ હોય પણ એની નોંધણી ના કરવી હોય તો તેના દ્વારા મિલકતમાં રહેલો હક અથવા ટાઇટલ ટ્રાન્સફર ના થઈ જાય. આવા ત્યાગપત્ર ની કાયદા મુજબ નોંધણી જરૂરી છે. માત્ર બે સાક્ષીઓની હાજરીમાં દસ્તાવેજ કરવામાં આવ્યો હોય અથવા તે દસ્તાવેજ ઘણા વર્ષો જૂનો હોય, એટલા માત્રથી નોંધણીની કાનૂની આવશ્યકતા દૂર થતી નથી.
આ ચુકાદો Narayan Soni & Ors. v. Kumari Niramala Soni & Ors. કેસમાં આપવામાં આવ્યો હતો. આ કેસમાં છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ રવિન્દ્ર કુમાર અગ્રવાલે 24 સપ્ટેમ્બર 2026ના રોજ આદેશ કર્યો હતો.
વિવાદ કેવી રીતે ઊભો થયો?
આ સમગ્ર વિવાદ એક પરિવારની મિલકતના હકને લઈને ઊભો થયો હતો. અરજદારોના જણાવ્યા મુજબ, બુચીબાઈનો પણ સંબંધિત મિલકતમાં હક હતો. 19 જૂન 1981ના રોજ બુચીબાઈ દ્વારા એક દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજના આધારે રેવન્યુ રેકોર્ડમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યું અને અરજદાર નારાયણ સોનીનું નામ રેકોર્ડમાં રાખવામાં આવ્યું. પરંતુ ઘણા વર્ષો બાદ બુચીબાઈએ આ બાબતે ફરીથી કાનૂની કાર્યવાહી શરૂ કરી. તેમણે રેવન્યુ રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરવા માટે કાર્યવાહી કરી અને અગાઉ થયેલી નોંધ સામે અપીલ પણ કરી.
આ કાર્યવાહી દરમિયાન વિલંબ માફ કરવાની અરજી પણ કરવામાં આવી હતી. SDO (Revenue) દ્વારા આ વિલંબ માફ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ નિર્ણયને બોર્ડ ઓફ રેવન્યુ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. બોર્ડ ઓફ રેવન્યુએ પણ 20 જુલાઈ 2004ના રોજ વિલંબ માફ કરવાનો નિર્ણય યથાવત રાખ્યો હતો. આ નિર્ણયને ત્યારબાદ કોઈ પક્ષે પડકાર્યો નહોતો અને તે અંતિમ બની ગયો હતો.
પછી શું થયું?
બુચીબાઈના અવસાન બાદ તેમના કાનૂની વારસદારોના નામે મિલકતના રેકોર્ડમાં મ્યુટેશન કરવાની બાબત આગળ વધી.
24 માર્ચ 2007ના રોજ SDO (Revenue), Raipurએ અગાઉનો મ્યુટેશન ઓર્ડર રદ કરીને બુચીબાઈના કાનૂની વારસદારોના નામ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય સામે અરજદારોએ કમિશનર સમક્ષ રિવિઝન કર્યું. કમિશનરે અરજદારોની તરફેણમાં નિર્ણય આપ્યો અને SDOનો આદેશ રદ કર્યો. ત્યારબાદ આ મામલો ફરીથી બોર્ડ ઓફ રેવન્યુ સમક્ષ ગયો. બોર્ડ ઓફ રેવન્યુએ કમિશનરનો નિર્ણય રદ કરીને SDOનો આદેશ યથાવત રાખ્યો. આ નિર્ણયને પડકારવા માટે અરજદારોએ બંધારણના Article 227 હેઠળ છત્તીસગઢ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
અરજદારોની મુખ્ય દલીલ શું હતી?
અરજદારો તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે 1981માં કરવામાં આવેલો દસ્તાવેજ માત્ર રિલિન્ક્વિશમેન્ટ ડીડ નહોતો, પરંતુ પરિવાર વચ્ચે થયેલો ફેમિલી સેટલમેન્ટ હતો. તેમની દલીલ હતી કે બુચીબાઈએ દસ્તાવેજ કર્યો હતો, તેના આધારે તેમનું નામ રેવન્યુ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવ્યું હતું અને અરજદારો લાંબા સમયથી મિલકત પર કબજામાં હતા. તેથી માત્ર એ કારણસર કે દસ્તાવેજ રજિસ્ટર્ડ નહોતો, લાંબા સમયથી ચાલતી સ્થિતિને બદલી શકાય નહીં તેવી દલીલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે શું કહ્યું : નોંધણી વગરના ત્યાગપત્રથી મિલકત ટ્રાન્સફર થઈ શકે નહીં
હાઈકોર્ટે સમગ્ર મામલાના દસ્તાવેજો અને અગાઉના રેવન્યુ અધિકારીઓના આદેશોનું ધ્યાનપૂર્વક પરીક્ષણ કર્યું. કોર્ટએ ખાસ નોંધ્યું કે બુચીબાઈની અપીલમાં થયેલો વિલંબ અગાઉ SDO દ્વારા માફ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બોર્ડ ઓફ રેવન્યુએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. આ નિર્ણય સામે કોઈ વધુ પડકાર કરવામાં આવ્યો ન હોવાથી વિલંબ માફ કરવાનો મુદ્દો અંતિમ બની ગયો હતો. તેથી ત્યારબાદ કમિશનર દ્વારા ફરીથી એ જ વિલંબના મુદ્દાની તપાસ કરવી યોગ્ય નહોતી. પરંતુ આ કેસનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો રિલિન્ક્વિશમેન્ટ ડીડની નોંધણીનો હતો.
રિલિન્ક્વિશમેન્ટ ડીડ રજિસ્ટર્ડ હોવો જરૂરી
હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો રિલિન્ક્વિશમેન્ટ ડીડ દ્વારા મિલકતનો ટાઇટલ અથવા માલિકી હક ટ્રાન્સફર થતો હોય, તો કાયદા મુજબ આવા દસ્તાવેજની નોંધણી જરૂરી છે. આ દસ્તાવેજ 49 વર્ષ જૂનો હતો અને બે સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં માત્ર આ કારણોસર દસ્તાવેજને કાયદેસર માલિકી ટ્રાન્સફર કરનાર દસ્તાવેજ તરીકે માન્ય ગણાવી શકાય નહીં. કોર્ટના મત મુજબ, મિલકતનો ટાઇટલ ટ્રાન્સફર કરવા માટે કાયદા મુજબ જરૂરી નોંધણી ન કરવામાં આવી હોય તો માત્ર અનરજિસ્ટર્ડ દસ્તાવેજના આધારે માલિકી હક ટ્રાન્સફર થઈ શકે નહીં.
Registration Act અને Transfer of Property Actનો સંદર્ભ
આ મામલામાં બોર્ડ ઓફ રેવન્યુએ Indian Registration Act, 1908ની Section 17 તથા Transfer of Property Act, 1882ની Sections 54, 59 અને 118ને ધ્યાનમાં લીધી હતી. બોર્ડ ઓફ રેવન્યુએ નોંધ્યું હતું કે સંબંધિત મિલકતનો ટાઇટલ ટ્રાન્સફર કરવા માટે કાયદેસર રીતે રજિસ્ટર્ડ દસ્તાવેજ જરૂરી છે. અહીં બુચીબાઈના નામે દર્શાવવામાં આવેલ દસ્તાવેજ અનરજિસ્ટર્ડ હતો. આ કારણસર બોર્ડ ઓફ રેવન્યુએ કમિશનરનો આદેશ રદ કરીને SDOનો અગાઉનો નિર્ણય યથાવત રાખ્યો હતો.
હાઈકોર્ટનો અંતિમ નિર્ણય : નોંધણી વગરના ત્યાગપત્રથી મિલકત ટ્રાન્સફર થઈ શકે નહીં
છત્તીસગઢ હાઈકોર્ટે સમગ્ર રેકોર્ડ અને સંબંધિત કાનૂની જોગવાઈઓનું પરીક્ષણ કર્યા બાદ બોર્ડ ઓફ રેવન્યુના આદેશમાં એવી કોઈ ગંભીર કાનૂની ખામી અથવા jurisdictional error જોવા મળી નહોતી, જેના કારણે Article 227 હેઠળ હાઈકોર્ટનો હસ્તક્ષેપ જરૂરી બને.આથી હાઈકોર્ટે નારાયણ સોની અને અન્યની writ petition ફગાવી દીધી.સાથે જ અરજદારોને તેમના દાવા માટે યોગ્ય કાયદાકીય ઉપાય મેળવવા યોગ્ય ફોરમનો સંપર્ક કરવાની છૂટ આપવામાં આવી.
ચુકાદાનો સરળ અર્થ
આ ચુકાદાને સરળ ભાષામાં સમજીએ તો, માત્ર કોઈ વ્યક્તિએ પરિવારની મિલકત અંગે પોતાનો હક છોડતો દસ્તાવેજ કર્યો છે એટલા પરથી મિલકતનો માલિકી હક આપમેળે ટ્રાન્સફર થઈ જતો નથી. જો તે દસ્તાવેજ કાયદા મુજબ રજિસ્ટર્ડ કરવો જરૂરી હોય, તો તેની યોગ્ય નોંધણી કરાવવી જરૂરી છે. દસ્તાવેજ કેટલાય વર્ષ જૂનો હોય, તેમાં સાક્ષીઓની સહી હોય અથવા તેના આધારે રેવન્યુ રેકોર્ડમાં મ્યુટેશન કરવામાં આવ્યું હોય, છતાં જ્યાં કાયદો નોંધણી ફરજિયાત બનાવે છે ત્યાં નોંધણી વગરના દસ્તાવેજથી મિલકતનો ટાઇટલ ટ્રાન્સફર થઈ શકતો નથી. કાયદાકીય દૃષ્ટિએ આ ચુકાદો રિલિન્ક્વિશમેન્ટ ડીડ, પરિવારની મિલકત, ફેમિલી સેટલમેન્ટ, મ્યુટેશન અને મિલકતના માલિકી હકને લગતા વિવાદો માટે ખાસ મહત્વનો છે.
Chhattisgarh High Court, Narayan Soni Case, Kumari Niramala Soni, Relinquishment Deed, રિલિન્ક્વિશમેન્ટ ડીડ, Unregistered Relinquishment Deed, Property Dispute, મિલકત વિવાદ, Property Title, માલિકી હક, Family Settlement, ફેમિલી સેટલમેન્ટ, Registration Act 1908, Section 17 Registration Act, Transfer of Property Act 1882, Mutation, મ્યુટેશન, Revenue Record, Land Dispute, Property Law, High Court Judgment, Legal News, Indian Law,
