પેકેજ્ડ ફૂડ પર ‘રેડ હેક્સાગોન’ ચેતવણી લેબલ અંગે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ નોંધ
પેકેજ્ડ ફૂડ પર ‘રેડ હેક્સાગોન’ ચેતવણી લેબલ અંગે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ નોંધ
સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડમાં વધુ પડતી ખાંડ, મીઠું અને ચરબી અંગે ગ્રાહકોને સરળતાથી ચેતવણી મળે તે માટે Front-of-Pack Labelling એટલે કે FoPL વ્યવસ્થાના અમલ અંગે FSSAI પાસેથી વધુ સ્પષ્ટતા માંગી છે.
સુપ્રીમ કોર્ટ ના 10 સપ્ટેમ્બર 2026 ના આદેશો ની PDFના આધારે આ લેખ તૈયાર કરવામાં આવેલ છે. આ આદેશમાં અંતિમ FoPL નિયમો જાહેર થયા નથી; કોર્ટએ FSSAI પાસેથી વિવિધ મુદ્દાઓ પર વધુ સ્પષ્ટતા માંગી છે.
3S and Our Health Society v. Union of India & Anr. કેસમાં સુપ્રીમ કોર્ટે 10 સપ્ટેમ્બર 2026ના રોજ આપેલા આદેશમાં સ્પષ્ટ કર્યું કે પેકેટના આગળના ભાગે દેખાય તેવી પોષણ સંબંધિત ચેતવણી ગ્રાહકોને વધુ માહિતગાર પસંદગી કરવામાં મદદરૂપ બની શકે છે. ખાસ કરીને બાળકો અને અન્ય સંવેદનશીલ વર્ગોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને મહત્વ આપવામાં આવ્યું છે.
આ કેસમાં કોર્ટ અગાઉ 13 ઓગસ્ટ 2026ના આદેશમાં પણ જણાવી ચૂકી હતી કે Article 21 હેઠળના જીવનના અધિકારમાં આરોગ્યનો અધિકાર પણ સામેલ છે. સાથે જ બંધારણની Article 47 રાજ્ય પર જાહેર આરોગ્ય સુધારવાની જવાબદારી મૂકે છે. કોર્ટના મત મુજબ રાજ્યએ માત્ર આરોગ્યને નુકસાન પહોંચાડતી કાર્યવાહીથી દૂર રહેવું જ નહીં, પરંતુ જાહેર આરોગ્યના રક્ષણ માટે સકારાત્મક પગલાં પણ લેવા જોઈએ.
FSSAIનો ‘રેડ હેક્સાગોન’ પ્રસ્તાવ શું છે?
FSSAIએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં જણાવ્યું કે પેકેટના આગળના ભાગે એક સ્પષ્ટ અને સરળ ચેતવણી લેબલ મૂકવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ લેબલ લાલ રંગના હેક્સાગોનના આકારમાં હશે.
હાલના પ્રસ્તાવ મુજબ, જો કોઈ ફૂડ પ્રોડક્ટમાં ચિંતાજનક પોષક તત્વોમાંથી બે અથવા વધુનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હોય તો ‘HIGH FAT’, ‘HIGH SUGAR’, ‘HIGH SALT’ અથવા ‘HIGHLY SWEETENED BEVERAGE’ જેવી ચેતવણી દર્શાવવાની રહેશે. આ માટે ICMR-NINની Dietary Guidelines for Indians, 2024માં દર્શાવેલા thresholdનો આધાર લેવાનો પ્રસ્તાવ છે.
FSSAIએ આ વ્યવસ્થા તબક્કાવાર અમલમાં મૂકવાની વાત કરી છે. Phase Iમાં બે અથવા વધુ નિર્ધારિત પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય તેવા ઉત્પાદનો તથા નિર્ધારિત sweetened beveragesનો સમાવેશ કરવાની વાત છે. Phase IIમાં એક જ પોષક તત્વનું પ્રમાણ વધારે હોય તેવા ઉત્પાદનોને પણ ચેતવણી લેબલ હેઠળ લાવવાનો પ્રસ્તાવ છે.
કોર્ટને ‘બે અથવા વધુ’ પોષક તત્વોની શરત અંગે સવાલ : પેકેજ્ડ ફૂડ પર ‘રેડ હેક્સાગોન’ ચેતવણી લેબલ અંગે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ નોંધ
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે FSSAIના પ્રસ્તાવમાં Phase I માટે બે અથવા વધુ nutrients-of-concern વધારે હોવાની શરત છે. પરંતુ અરજદાર તરફથી દલીલ કરવામાં આવી કે વધુ પડતી ખાંડ, મીઠું અને saturated fat દરેક પોતપોતાની રીતે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.
કોર્ટે Dietary Guidelines for Indians, 2024 અને 2022ના Draft Food Safety and Standards Regulations વચ્ચે HFSSની વ્યાખ્યા અંગે પણ અભિગમમાં તફાવત નોંધ્યો. કોર્ટના મતે આ તફાવત પહેલાં સ્પષ્ટ કરવો જરૂરી છે અને ત્યારબાદ phased strategy નક્કી થવી જોઈએ.
Phase II માટે નિશ્ચિત સમયમર્યાદા જરૂરી
કોર્ટે FSSAIના phased implementation અંગે એક મહત્વપૂર્ણ ચિંતા વ્યક્ત કરી છે. જો Phase I અને Phase II વચ્ચે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં નહીં આવે તો Phase II પાછળ ધકેલાઈ શકે અથવા અનિશ્ચિત સમય માટે મુલતવી રહી શકે છે.
કોર્ટના મત મુજબ માત્ર consumer acceptability અથવા industryને reformulation માટે સમય આપવાનો હેતુ નિશ્ચિત સમયમર્યાદાની ગેરહાજરીનું પૂરતું કારણ બની શકે નહીં. તેથી બંને તબક્કા વચ્ચે વૈજ્ઞાનિક રીતે યોગ્ય અને સ્પષ્ટ transition period નક્કી કરવાની જરૂર છે.
કોર્ટે ઈઝરાયલના મોડલનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં શરૂઆતમાં વધુ ઊંચા thresholds રાખીને બાદમાં નિર્ધારિત સમયગાળામાં તેને ઘટાડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે FSSAIને આવા વૈકલ્પિક મોડલ પર પણ વિચારવા જણાવ્યું છે.
ICMR-NINની મર્યાદાઓ પણ ચર્ચામાં : પેકેજ્ડ ફૂડ પર ‘રેડ હેક્સાગોન’ ચેતવણી લેબલ અંગે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ નોંધ
ચુકાદામાં Dietary Guidelines for Indians, 2024ની Table 15.1નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં 100 ml પ્રવાહી માટે 70 kcal, 175 mg salt, 2 g added sugar અને 1.5 g added fatના threshold દર્શાવવામાં આવ્યા છે.
100 g solid food માટે 250 kcal, 625 mg salt, 3 g added sugar અને 4.2 g added fatના threshold દર્શાવવામાં આવ્યા છે.
HFSS અને Ultra-Processed Foods વચ્ચેનો તફાવત
કોર્ટે Dietary Guidelinesમાં food productsને processingના સ્તર અને nutritional characteristicsના આધારે Group A, Group B અને Group Cમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિ પણ ધ્યાનમાં લીધી.
Group Aમાં minimally processed foods, Group Bમાં moderately processed foods અને Group Cમાં excessively processed foods with additivesનો સમાવેશ થાય છે. Guidelines મુજબ A2, A3, B2, B3, C2 અને C3 જેવી કેટેગરીઓ HFSS foods તરીકે વર્ગીકૃત થાય છે, જ્યારે Group Cના ઉત્પાદનોને UPFs તરીકે વર્ણવવામાં આવ્યા છે.
કોર્ટનો મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ છે કે minimally અથવા moderately processed packaged foods અને excessively processed foodsને FoPLમાં એકસરખી રીતે દર્શાવવા જોઈએ કે નહીં. કોર્ટના મતે processingના સ્તરમાં રહેલા તફાવતને પણ label design અને threshold નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવો જોઈએ.
‘Added Sugar’ કે ‘Total Sugar’?
આ કેસમાં પેકેજ્ડ ફૂડના લેબલ પર કઈ રીતે sugar અને fat દર્શાવવાના તે મુદ્દે પણ ચર્ચા થઈ.
કોર્ટના રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે કે 29 ઓક્ટોબર 2021ની stakeholder meetingમાં ‘Total Sugar’નો ઉપયોગ કરવા અંગે consensus બન્યો હતો. Fat અંગે ‘Saturated Fat’ દર્શાવવાનો અભિગમ પણ ચર્ચામાં સ્વીકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે હવે FSSAIને પૂછ્યું છે કે તે અગાઉના consensusથી અલગ અભિગમ અપનાવી રહ્યું છે કે નહીં. સાથે જ Trans Fatને FoPLમાં કેવી રીતે ધ્યાનમાં લેવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.
માત્ર શબ્દો નહીં, pictorial warning પણ?
કોર્ટના અવલોકનનો એક મહત્વપૂર્ણ ભાગ એ છે કે ભારતની વિવિધ ભાષાઓ, સાક્ષરતાના સ્તરો, ઉંમર અને ગ્રાહકોની સમજણને ધ્યાનમાં લેતાં માત્ર શબ્દ આધારિત warning label પૂરતું હોઈ શકે નહીં.
કોર્ટે સૂચવ્યું છે કે words સાથે individual nutrients-of-concern માટે pictorial representation પણ વિચારવી જોઈએ, જેથી વિવિધ પ્રકારના ગ્રાહકો માટે માહિતી વધુ સરળતાથી સમજાય.
એક હેક્સાગોન કે અલગ અલગ હેક્સાગોન?
હાલના FSSAI પ્રસ્તાવમાં બે અથવા વધુ nutrients વધારે હોય ત્યારે એક composite red hexagonમાં warning આપવાની વાત છે.
પરંતુ સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે ‘HIGH SUGAR’, ‘HIGH FAT’ અને ‘HIGH SALT’ માટે અલગ અલગ hexagonal labels કેમ ન હોવા જોઈએ. કોર્ટના મતે અલગ warning થી ગ્રાહકને ચોક્કસપણે કયું nutrient વધારે છે તેની માહિતી દૂરથી પણ સરળતાથી મળી શકે.
લાલ રંગ અંગે પણ કોર્ટનો પ્રશ્ન
FSSAIએ લાલ રંગનો hexagon સૂચવ્યો છે. પરંતુ કોર્ટ સમક્ષ એવી ચિંતા રજૂ થઈ કે ભારતમાં ગ્રાહકો લાંબા સમયથી લીલા રંગને vegetarian અને લાલ રંગને non-vegetarian સાથે જોડતા આવ્યા છે.
આથી FoPL માટે લાલ રંગની પસંદગી ફરીથી વિચારવાની જરૂર છે કે નહીં તે અંગે પણ સુપ્રીમ કોર્ટે FSSAI પાસેથી જવાબ માંગ્યો છે.
Warning labelના કારણે નવા additives વધવાનો ખતરો
કોર્ટે એક અનિચ્છનીય પરિણામની સંભાવના પણ નોંધાવી છે. પેકેજ્ડ ફૂડમાં salt, sugar અને fat માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ texture, shelf life, microbiological safety અને processing stability જેવા હેતુઓ માટે પણ ઉપયોગમાં લેવાય છે.
જો આ ઘટકો ઘટાડવામાં આવે તો ઉત્પાદકો તેના વિકલ્પ તરીકે artificial preservatives, emulsifiers અથવા અન્ય additivesનો વધુ ઉપયોગ કરે તેવી શક્યતા છે. તેથી FoPLના threshold નક્કી કરતી વખતે આ સંભવિત પરિણામને પણ ધ્યાનમાં રાખવા અને જરૂરી નિયમન કરવાની વાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે.
FoPL ફરજિયાત બનશે કે શરૂઆતમાં voluntary રહેશે?
અરજદાર તરફથી final FoPL regulations થયા બાદ તેની compliance તમામ covered food products માટે mandatory બનાવવાની માગ કરવામાં આવી છે.
કોર્ટે Draft 2022 Regulationsમાં Indian Nutrition Rating અંગેની એવી જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે જેમાં શરૂઆતમાં 48 મહિના સુધી compliance voluntary અને ત્યારબાદ mandatory કરવાની વાત હતી. હવે FSSAIને સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું છે કે નવી FoPL વ્યવસ્થા શરૂઆતથી જ mandatory હશે કે નહીં અને જો voluntary period હશે તો તેની અવધિ કેટલી હશે.
શાળાઓમાં nutritional literacy પર પણ ભાર
આ કેસ માત્ર food packaging સુધી મર્યાદિત નથી રહ્યો. સુપ્રીમ કોર્ટે બાળકોમાં healthy eating habits અને nutritional literacy અંગે પણ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે.
કોર્ટે Union of India પાસેથી જાણવા માગ્યું છે કે શાળાઓના curriculum, initiatives અને workshops મારફતે બાળકોને packaged foodની nutritional information અને FoPL કેવી રીતે સમજવી તે અંગે શિક્ષણ આપવાની શું યોજના છે.
સુપ્રીમ કોર્ટે FSSAI અને કેન્દ્ર સરકાર પાસે 13 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જવાબ માંગ્યો છે, જેમાં FoPLના બંને phasesની fixed timeline, Phase I માં બે કે તેથી વધુ nutrients ની પસંદગીનો આધાર, sweetened beveragesના thresholds, food categories વચ્ચેનો તફાવત, Total Sugar અને Saturated Fat, Trans Fat, labelનો રંગ અને કદ, pictorial representation, અલગ અલગ hexagons, additivesના સંભવિત વધારા તથા mandatory implementation જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આગળ શું થશે?
સુપ્રીમ કોર્ટે FSSAIને આ મુદ્દાઓ અંગે affidavit દ્વારા જવાબ દાખલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. ત્યારબાદ અરજદારને પણ પોતાનો જવાબ રજૂ કરવાની તક આપવામાં આવી છે.
કેસની આગામી સુનાવણી 28 સપ્ટેમ્બર 2026ના રોજ રાખવામાં આવી છે. આથી ભારતમાં packaged foodના front-of-pack warning labelsનું અંતિમ સ્વરૂપ શું હશે, તે અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય હજુ આગળની કાર્યવાહી પર નિર્ભર છે.
કાયદાકીય રીતે જોવામાં આવે તો આ કાર્યવાહી ગ્રાહકના જાણકારીના અધિકાર, જાહેર આરોગ્ય અને food safety regulation વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધને રેખાંકિત કરે છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં વધતી unhealthy dietary choicesને ધ્યાનમાં રાખીને packaged food પર સ્પષ્ટ અને સરળતાથી સમજી શકાય તેવી માહિતી ઉપલબ્ધ કરાવવાનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટના ગંભીર વિચારાધીન છે.
3S and Our Health Society, Supreme Court of India, Front of Pack Labelling, FoPL, FSSAI, Packaged Food, HFSS Foods, Ultra Processed Foods, Food Safety, Consumer Health, Public Health, Right to Health, Article 21, Article 47, Red Hexagon Label, High Sugar, High Fat, High Salt, Nutritional Labelling, Food Labelling, ICMR NIN, Dietary Guidelines for Indians 2024, Junk Food, Children Health, Nutritional Literacy, Food Safety Regulations, Supreme Court Judgment, Indian Food Law,
