અન્ય રાજ્યની સાયબર પોલીસની ફરિયાદ હોય તો UNFREEZE કરવા માટે નાગરિકને બીજા રાજ્યમાં દોડાવવો નહીં., બીજા રાજ્યમાં રૂબરૂ જવું જરૂરી નથી.- રાજસ્થાન હાઇ કોર્ટ
ફક્ત સાઇબર ફ્રોડ ની ફરિયાદ ને આધારે બૅન્ક ખાતું ફ્રીજ ના કરી શકાય – રાજસ્થાન હાઇ કોર્ટ
તમારું કે તમારા અસીલ નું બૅન્ક ખાતું ફ્રીજ થયું હોય તો કોઈ બીજા એક્સપર્ટ ની મદદ વગર આ રીતે UNFREEZE કરાવો.
રાજસ્થાન હાઇ કોર્ટની મોટી સ્પષ્ટતા : અન્ય રાજ્યની સાયબર પોલીસની ફરિયાદ હોય તો નાગરિકને બીજા રાજ્યમાં દોડાવવો નહીં., બીજા રાજ્યમાં રૂબરૂ જવું જરૂરી નથી.પોતે સાઇબર ફ્રોડ એક્સપર્ટ હોવાનું જણાવીને UNFREEZE કરાવી આપવા માટે ઘણાં લોકો બહુ મોટી રકમ પડાવતા હોય છે તો આ પોસ્ટ વધુ માં વધુ શેર કરીને તમામ વકીલ મિત્રો સુધી પહોંચાડો.
ધારો કે સાયબર ફ્રોડની શંકાસ્પદ રકમ માત્ર રૂ.500 છે, જ્યારે વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં રૂ.5 લાખ છે. આવી સ્થિતિમાં સામાન્ય રીતે તપાસનો હેતુ રૂ.500 ને સુરક્ષિત રાખવાથી પૂર્ણ થઈ શકે છે. બાકીના રૂ.4,99,500 નો ઉપયોગ અટકાવી અટકાવી શકે નહીં, આ માટે આખું ખાતું ફ્રીજ કરી શકાય નહીં, બૅન્ક વાળા ફક્ત શંકાસ્પદ રકમ પર હોલ્ડ કે lien કરી શકે.
સાયબર ફ્રોડની તપાસ અને સામાન્ય નાગરિકના બેન્કિંગ અધિકાર વચ્ચે સંતુલન જરૂરી: રાજસ્થાન હાઈકોર્ટ
સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે અને તેમાં રહેલા સમગ્ર નાણાંનો ઉપયોગ અટકી જાય તો સામાન્ય વ્યક્તિ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. પગાર મેળવવાથી લઈને ઘરખર્ચ, વ્યવસાયિક ચુકવણી, કર્મચારીઓના પગાર અને સરકારી બાકીદારી સુધીની તમામ કામગીરી બેન્ક એકાઉન્ટ પર આધારિત હોય છે. આ જ મહત્વના મુદ્દા પર રાજસ્થાન હાઈકોર્ટ, જયપુર બેન્ચે 20 ઓગસ્ટ 2026ના રોજ આપેલા એક મહત્વપૂર્ણ અને રિપોર્ટેબલ ચુકાદામાં સાયબર ફાઇનાન્શિયલ ક્રાઇમના કેસોમાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ, ડેબિટ ફ્રીઝ, લિયન અથવા હોલ્ડ અંગે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરી છે. ચુકાદો માનનીય શ્રી જસ્ટિસ આનંદ શર્માએ આપ્યો છે.
આ ચુકાદામાં અદાલતે સ્પષ્ટ કર્યું છે કે સાયબર ક્રાઇમ સામે અસરકારક કાર્યવાહી જરૂરી છે, પરંતુ માત્ર “suspicious transaction”, “mule account” અથવા “cyber fraud transaction” જેવા શબ્દોના આધારે કોઈ નાગરિકનું આખું બેન્ક એકાઉન્ટ અનિશ્ચિત સમય સુધી ફ્રીઝ કરી શકાય નહીં.
કેસનો મૂળ મુદ્દો શું હતો?
આ કોમન જજમેન્ટમાં અનેક રિટ પિટિશનોનો સમાવેશ થયો હતો. અરજદારોમાં વ્યક્તિઓ ઉપરાંત proprietorship concerns, partnership firms, companies અને અન્ય બેન્ક એકાઉન્ટ ધારકોનો સમાવેશ થતો હતો. અનેક કિસ્સાઓમાં સાયબર ફ્રોડ સાથે જોડાયેલી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના આધારે સમગ્ર બેન્ક એકાઉન્ટ ફ્રીઝ અથવા ડેબિટ-ફ્રીઝ કરવામાં આવ્યું હતું.
કેટલાક કેસોમાં વિવાદિત રકમ માત્ર રૂ.100, રૂ.1,000, રૂ.5,000 અથવા રૂ.10,000 જેટલી હતી, પરંતુ સમગ્ર એકાઉન્ટમાં રહેલી મોટી રકમ પણ બ્લોક કરી દેવામાં આવી હતી. કેટલાક કેસોમાં અરજદારોનો દાવો હતો કે તેઓ આરોપી કે શંકાસ્પદ વ્યક્તિ પણ નહોતા. કેટલાક કિસ્સાઓમાં તપાસ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અથવા ક્લીનચીટ મળ્યા બાદ પણ એકાઉન્ટ ફ્રીઝ રહ્યું હતું. અદાલત સમક્ષ બીજી મહત્વપૂર્ણ ફરિયાદ એ પણ હતી કે કેટલાક કિસ્સાઓમાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરતી વખતે FIR નંબર, NCRP/CFCFRMS રેફરન્સ, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, વિવાદિત રકમ અથવા કયા કાયદાકીય અધિકાર હેઠળ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની પૂરતી માહિતી પણ આપવામાં આવી નહોતી.
બેન્ક એકાઉન્ટ માત્ર પૈસા રાખવાનું સાધન નથી
રાજસ્થાન હાઈકોર્ટે નોંધ્યું કે આજના સમયમાં બેન્ક એકાઉન્ટ માત્ર પૈસા જમા રાખવાનું સ્થળ નથી. વ્યક્તિ તેનો ઉપયોગ પગાર અથવા વ્યવસાયની આવક મેળવવા, ભોજન, શિક્ષણ, ભાડું, ટેક્સ, યુટિલિટી બિલ અને અન્ય જરૂરી ચુકવણી માટે કરે છે. વ્યવસાયિક એકાઉન્ટ સંપૂર્ણ ફ્રીઝ થઈ જાય તો કર્મચારીઓના પગાર, સપ્લાયરોની ચુકવણી, સરકારી બાકીદારી અને અન્ય વ્યવસાયિક જવાબદારીઓ પણ અટકી શકે છે. તેથી સંપૂર્ણ એકાઉન્ટ ફ્રીઝ કરવાથી ગંભીર અને અસંગત નાગરિક તથા નાણાકીય પરિણામો ઊભા થઈ શકે છે. સાયબર ક્રાઇમની તપાસ માટે એકાઉન્ટ ફ્રીઝ કરવાની સત્તા છે, પરંતુ તે સત્તા અમર્યાદિત નથી. હાઈકોર્ટે સાયબર ફ્રોડની ગંભીરતા સ્વીકારી છે. નાણાં ઝડપથી એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકે છે અને તપાસ શરૂ થાય તે પહેલાં જ રકમ આગળના અનેક સ્તરોમાં પહોંચી શકે છે. તેથી શંકાસ્પદ રકમને ઝડપથી સુરક્ષિત કરવી તપાસ માટે જરૂરી બની શકે છે. પરંતુ અદાલતે સાથે જ કહ્યું કે તપાસની સત્તાનો અર્થ એ નથી કે તે સત્તાનો ઉપયોગ બંધારણીય તપાસથી પર છે. સરકારી સત્તાનો ઉપયોગ legality, rationality, reasonableness, non-arbitrariness અને proportionalityના સિદ્ધાંતોને અનુરૂપ હોવો જોઈએ.
ચાર મુખ્ય શરતો
હાઈકોર્ટ અનુસાર બેન્ક એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકતી વખતે સામાન્ય રીતે ચાર બાબતો હોવી જરૂરી છે.
પ્રથમ, પ્રતિબંધ મૂકવા માટે કાયદેસર સત્તા હોવી જોઈએ.
બીજું, ચોક્કસ બેન્ક એકાઉન્ટ અથવા ટ્રાન્ઝેક્શન અને તપાસ હેઠળના ગુના વચ્ચે prima facie nexus દર્શાવતું tangible material હોવું જોઈએ.
ત્રીજું, શક્ય હોય ત્યાં સુધી Investigating Officerએ કઈ ટ્રાન્ઝેક્શન અને કેટલી રકમ તપાસ માટે સુરક્ષિત રાખવાની છે તે ઓળખવી જોઈએ.
ચોથું, મૂકવામાં આવેલ પ્રતિબંધ તપાસ માટે જરૂરી હોય તેટલો જ proportionate હોવો જોઈએ અને તપાસની જરૂરિયાત પૂરી થયા પછી તે આપમેળે ચાલુ રહી શકે નહીં.
માત્ર “Suspicious Transaction” લખવાથી આખું એકાઉન્ટ ફ્રીઝ નહીં કરી શકાય.
અદાલતે ખાસ કરીને જણાવ્યું કે “suspicious transaction”, “mule account”, “Layer-1 account” અથવા “cyber fraud transaction” જેવા શબ્દો પોતાના આધારે કોઈ બેન્ક એકાઉન્ટને અનિશ્ચિત સમય સુધી સંપૂર્ણપણે immobilise કરવા માટે પૂરતા નથી.
આવા શબ્દો તપાસ શરૂ કરવા માટેનું કારણ બની શકે, પરંતુ માત્ર લેબલ તરીકે તેનો ઉપયોગ કરીને આખું એકાઉન્ટ ફ્રીઝ રાખી શકાય નહીં. બેન્કને આપવામાં આવતી માહિતીમાં, તપાસને નુકસાન ન થાય તે હદ સુધી, સંબંધિત એકાઉન્ટ, ટ્રાન્ઝેક્શન અને પ્રતિબંધનું સ્વરૂપ સમજાય તેવી પૂરતી વિગતો હોવી જોઈએ. રૂ.500ની શંકાસ્પદ રકમ માટે રૂ.5 લાખનું આખું ખાતું કેમ ફ્રીઝ કરવું?
ચુકાદામાં અદાલતે ખૂબ જ સરળ ઉદાહરણ આપ્યું છે.
ધારો કે સાયબર ફ્રોડની શંકાસ્પદ રકમ માત્ર રૂ.500 છે, જ્યારે વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં રૂ.5 લાખ છે. આવી સ્થિતિમાં સામાન્ય રીતે તપાસનો હેતુ રૂ.500ને સુરક્ષિત રાખવાથી પૂર્ણ થઈ શકે છે. તો પછી બાકીના રૂ.4,99,500નો ઉપયોગ પણ અટકાવી દેવાનો પ્રશ્ન કેમ ઊભો થાય?
અદાલતે આ ઉદાહરણ દ્વારા proportionalityનો સિદ્ધાંત સમજાવ્યો છે.
આથી, જો વિવાદિત રકમ ચોક્કસ રીતે ઓળખી શકાય અને આખું એકાઉન્ટ ફ્રીઝ કરવાનું કોઈ વિશિષ્ટ કારણ ન હોય, તો સામાન્ય રીતે આખું એકાઉન્ટ ફ્રીઝ કરવાને બદલે માત્ર તે રકમ પર lien અથવા hold મૂકવો જોઈએ.
અપવાદરૂપ પરિસ્થિતિમાં આખું એકાઉન્ટ ફ્રીઝ કરવું યોગ્ય બની શકે છે. જેમ કે એકાઉન્ટ પોતે જ જાણપૂર્વક ચલાવવામાં આવતું mule account જણાય, વારંવાર શંકાસ્પદ ક્રેડિટ અને ત્યારબાદ ટ્રાન્સફર જોવા મળે, એકાઉન્ટ ધારક આરોપી હોય અથવા તેની જાણપૂર્વકની સંડોવણી અંગે material હોય, આખી balance proceeds of crime હોવાની વાજબી શંકા હોય અથવા અલગ-અલગ રકમને અલગ પાડવી શક્ય ન હોય.
પરંતુ આવી સ્થિતિમાં પણ સંપૂર્ણ freeze શા માટે જરૂરી છે તેના ચોક્કસ કારણો રેકોર્ડ કરવા અને સમયાંતરે તેની સમીક્ષા કરવી જરૂરી છે.
BNSSની કલમ 106 અને 107 અંગે પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા
હાઈકોર્ટે Bharatiya Nagarik Suraksha Sanhita, 2023ની Section 106 અને Section 107 વચ્ચેનો મહત્વપૂર્ણ તફાવત સમજાવ્યો છે.
Section 106 હેઠળ તપાસ દરમિયાન મિલકતની seizure કરવામાં આવે તો Investigating Officerએ કાયદા મુજબ તે seizure અંગે competent Magistrateને તાત્કાલિક જાણ કરવાની હોય છે.
બીજી તરફ Section 107 ગુનાહિત પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલી અથવા મેળવાયેલી મિલકતના attachment, forfeiture અથવા restoration સાથે સંબંધિત છે અને તેમાં competent Court અથવા Magistrateની judicial supervision મહત્વપૂર્ણ બને છે.
અદાલતે સ્પષ્ટ કર્યું કે કોઈ કાર્યવાહીનું નામ “freeze”, “debit freeze”, “lien” અથવા “seizure” રાખવાથી કાયદાકીય પ્રક્રિયાને બાયપાસ કરી શકાય નહીં. જો હકીકતમાં કાર્યવાહી proceeds of crime ના attachment જેવી હોય તો Section 107ની કાયદેસરની પ્રક્રિયા અનુસરવી પડશે.
બેન્કને મોકલવામાં આવતી પોલીસની communicationમાં શું હોવું જોઈએ?
હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ વ્યવહારુ માર્ગદર્શિકા આપી છે.
પોલીસ અથવા Investigating Agency તરફથી બેન્કને મોકલવામાં આવતી communicationમાં, શક્ય હોય ત્યાં સુધી, Investigating Officerનું નામ અને designation, પોલીસ સ્ટેશન અથવા agencyની વિગતો, FIR/Crime/NCRP/CFCFRMS reference number, લાગુ કાયદાકીય જોગવાઈ, બેન્ક એકાઉન્ટની વિગતો, Transaction ID અથવા UTR અને તારીખ, વિવાદિત રકમ અથવા આખું એકાઉન્ટ ફ્રીઝ કરવાની જરૂરિયાતના કારણો તથા કાર્યવાહીનો પ્રકાર સ્પષ્ટ હોવો જોઈએ.
એ પણ સ્પષ્ટ થવું જોઈએ કે કાર્યવાહી ચોક્કસ રકમ પર hold/lien છે, digital banking facilities પર પ્રતિબંધ છે, account seizure છે કે judicial attachment માટેની વિનંતી છે.
તપાસ પૂરી થયા પછી freeze ચાલુ રાખી શકાય નહીં
જો તપાસ પૂર્ણ થઈ ગઈ હોય, closure report ફાઇલ થઈ ગયો હોય, account holder exonerated થયો હોય અથવા Investigating Officer ને લાગે કે હવે account અથવા રકમને રોકી રાખવાની જરૂર નથી, તો બેન્કને જરૂરી સૂચના તાત્કાલિક આપવી જોઈએ.
બેન્કે ત્યારબાદ પોલીસ દ્વારા મૂકવામાં આવેલ restraint ઝડપથી દૂર કરવો જોઈએ, જો કોઈ અલગ કાયદેસર કારણસર સ્વતંત્ર banking restriction ચાલુ ન હોય.
અન્ય રાજ્યની સાયબર પોલીસની ફરિયાદ હોય તો નાગરિકને બીજા રાજ્યમાં દોડાવવો નહીં.
ચુકાદાની એક ખાસ નોંધપાત્ર બાબત interstate cyber investigation અંગે છે.
જો રાજસ્થાનમાં રહેલા વ્યક્તિનું એકાઉન્ટ અન્ય રાજ્યની તપાસના આધારે ફ્રીઝ કરવામાં આવ્યું હોય, તો રાજસ્થાનની પોલીસ અથવા બેન્કે સંબંધિત તપાસ એજન્સી સાથે વાત કરીને જરૂરી clarification મેળવવું જોઈએ. માત્ર એકાઉન્ટ શા માટે ફ્રીઝ થયું તે જાણવા માટે નાગરિકને બીજા રાજ્યમાં જવા માટે મજબૂર ન કરવો જોઈએ.
CFCFRMS અને 7 દિવસની grievance પ્રક્રિયા
ચુકાદામાં Ministry of Home Affairsના Indian Cybercrime Coordination Centre દ્વારા 2 જાન્યુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા SOPનો પણ ઉલ્લેખ છે.
આ SOPમાં NCRP અને CFCFRMS અંતર્ગત amount hold કરવો, digital banking services suspend કરવી, account seizure, money restoration અને grievance redressal જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
SOPની Clause 10.1 મુજબ અસરગ્રસ્ત account holder બેન્કનો સંપર્ક કરી શકે છે.
બેન્કે Customer Due Diligence અને Enhanced Due Diligence કરીને યોગ્ય grievance CFCFRMS Grievance Redressal Moduleમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવાની છે અને આ પ્રક્રિયા સામાન્ય રીતે ફરિયાદ મળ્યાથી વધુમાં વધુ સાત calendar daysમાં કરવાની છે.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે CFCFRMS mechanism હોવાનો અર્થ બંધારણીય fairnessનો વિકલ્પ ઉપલબ્ધ છે એવો નથી. જો બેન્ક અથવા અધિકારી prescribed framework મુજબ કાર્યવાહી ન કરે તો તે કારણસર indefinite freeze ચાલુ રાખી શકાય નહીં.
બેન્કો માટે પણ મહત્વપૂર્ણ નિર્દેશ
હાઈકોર્ટે બેન્કોને પણ જવાબદારીથી મુક્ત રાખી નથી.
જો બેન્કને માત્ર કોઈ ચોક્કસ suspicious transaction અંગે communication મળે, તો તે communicationને mechanically આખા accountના blanket freezeમાં ફેરવી ન શકે, જો સુધી communication અને ઉપલબ્ધ material કાયદેસર રીતે સમગ્ર account પર પ્રતિબંધને યોગ્ય ઠેરવતા ન હોય.
બેન્કોએ આવા કેસો માટે યોગ્ય Nodal/Grievance Officers નિયુક્ત કરવા અને Investigating Agencies સાથે ઝડપથી coordination કરવા પડશે.
RBIને પણ training અને monitoring અંગે નિર્દેશ
રાજસ્થાન હાઈકોર્ટે Reserve Bank of Indiaને scheduled banks અને અન્ય regulated banking entitiesના સંબંધિત અધિકારીઓ માટે cyber fraud, account freezing, lien marking, CFCFRMS અને NCRP સંબંધિત periodical training અને sensitisation માટે General Circular/Advisory જારી કરવાની દિશા આપી છે.
ખાસ કરીને bank officialsને transaction-specific hold અને આખા accountના blanket freeze વચ્ચેનો તફાવત સમજાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં આવા તમામ કેસો માટે આ સામાન્ય માર્ગદર્શિકા લાગુ પડશે
આ ચુકાદાની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ directions માત્ર આ કેસોના અરજદારો સુધી મર્યાદિત નથી.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે cyber financial crime investigationsમાં Rajasthan Stateની અંદર freezing, debit-freezing, lien marking, holding અથવા seizure સંબંધિત તમામ similarly situated casesમાં આ general directions લાગુ પડશે. જોકે કોઈ વ્યક્તિગત કેસમાં competent Courtનો અલગ આદેશ હોય તો તે આદેશને પ્રાધાન્ય રહેશે.
હવે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થયેલા વ્યક્તિ માટે શું મહત્વનું?
આ ચુકાદા પછી માત્ર એટલું કહેવું કે “તમારું account cyber complaintના કારણે frozen છે” પૂરતું માનવામાં આવવું જોઈએ નહીં. કાયદેસર કાર્યવાહી, તપાસ સાથેનો prima facie nexus, સંબંધિત transaction અને amount તથા restraintનું સ્વરૂપ મહત્વનું બનશે.
જો શંકાસ્પદ રકમ ચોક્કસ રીતે ઓળખી શકાય અને આખું account freeze કરવા માટે વધારાનું material ન હોય, તો સામાન્ય નિયમ તરીકે disputed amount પર lien/hold રાખીને બાકીની undisputed રકમ ચલાવવાની પરવાનગી આપવાનો સિદ્ધાંત હાઈકોર્ટે સ્વીકાર્યો છે.
સૌથી મહત્વનો કાનૂની સિદ્ધાંત
આ સમગ્ર ચુકાદાનો સાર એક વાક્યમાં એવો કહી શકાય કે સાયબર ક્રાઇમ સામેની લડાઈ જરૂરી છે, પરંતુ સાયબર ક્રાઇમની તપાસના નામે નિર્દોષ નાગરિકના કાયદેસર નાણાં પર અતિશય અથવા અનિશ્ચિત પ્રતિબંધ પણ યોગ્ય નથી.
અદાલતે એક તરફ તપાસ એજન્સીઓને cyber fraudની રકમ ઝડપથી સુરક્ષિત કરવાની સત્તા અને જરૂરિયાત સ્વીકારી છે, તો બીજી તરફ proportionality, legality અને accountabilityને પણ એટલું જ મહત્વ આપ્યું છે.
અર્થાત્, જો ગુનાની શંકા માત્ર રૂ.500ની ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત હોય તો સામાન્ય પરિસ્થિતિમાં આખા રૂ.5 લાખના accountને બંધ કરી દેવાને બદલે શંકાસ્પદ રૂ.500ને સુરક્ષિત રાખવાનો રસ્તો વધુ પ્રમાણસર હોઈ શકે છે.
અંતિમ નિર્દેશ
રાજસ્થાન હાઈકોર્ટે સંબંધિત બેન્કો અને Investigating Officersને અરજદારોના account પર મૂકવામાં આવેલા restraintsની સમીક્ષા કરવા જણાવ્યું છે. જ્યાં માત્ર ચોક્કસ cyber transactionને કારણે પ્રતિબંધ છે અને disputed amount ઓળખી શકાય છે, ત્યાં કાયદેસર સત્તા અથવા Courtના આદેશને આધીન રહી માત્ર તે રકમ સુધી restraint મર્યાદિત કરીને બાકીની undisputed balance ચલાવવાની પરવાનગી આપવાની રહેશે.
અને જો Investigating Officerને હવે account અથવા fundsની તપાસ માટે જરૂરિયાત ન હોય, તો freeze દૂર કરવા માટે બેન્કને જરૂરી communication તાત્કાલિક મોકલવાની રહેશે.
ચુકાદાનો વ્યાપક સંદેશ સ્પષ્ટ છે: Cyber fraud સામે Zero tolerance જરૂરી છે, પરંતુ Innocent Account Holders માટે પણ Due Process અને Proportionality એટલા જ જરૂરી છે.
હાઈકોર્ટે અંતે નોંધ્યું કે fair, transparent અને time-bound freezing તથા defreezing mechanism માત્ર નાગરિકોના legitimate property rightsનું રક્ષણ કરશે નહીં, પરંતુ digital transactions અને banking system પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ મજબૂત કરશે.
કેસ ની વિગતો :
High Court of Judicature for Rajasthan, Bench at Jaipur
S.B. Civil Writ Petition No. 2679/2026 તથા connected writ petitions
Judgment pronounced on: 20 August 2026
Hon’ble Mr. Justice Anand Sharma
