AIBE પરીક્ષા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ- ખાસ જરૂરી
Click the Language Button below to read in your language.
AIBE Exam Tips By Rajan Sir
1. એડમિટ કાર્ડ અને ઓળખનો પુરાવો
પરીક્ષાર્થીએ પરીક્ષા કેન્દ્ર પર એડમિટ કાર્ડની સાથે સરકાર દ્વારા માન્ય ફોટો ઓળખપત્ર , જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ લઈ જવાનું રહેશે. જે ઉમેદવાર પાસે એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર એટલે કે હૉલ ટિકિટ નહીં હોય, તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.પરીક્ષામાં પ્રવેશ માટે એડ્મિટ કાર્ડ અને આધાર કાર્ડ બે જ જરૂરી છે.
2. પરીક્ષા કેન્દ્રની અગાઉથી મુલાકાત
પરીક્ષાર્થીએ પરીક્ષાના એક દિવસ પહેલાં પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ, જેથી પરીક્ષાના દિવસે કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પહોંચી શકાય.
3. પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો સમય
તમારે સવારે 11:30 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે.
4. પ્રવેશ બંધ થવાનો સમય
બપોરે 01:15 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
એટલે કે મોડા પહોંચનાર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
5. Bare Acts લઈ જવાની છૂટ
પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં માત્ર Bare Acts એટલે કે કાયદાની મૂળ જોગવાઈઓ ધરાવતા પુસ્તકો લઈ જવાની છૂટ છે.
પરંતુ તેમાં કોઈપણ પ્રકારની નોંધો , અંડરલાઇન , કે કોઈપણ પ્રકારની નિશાની હોવી જોઈએ નહીં.
Bare Acts ની ફોટોકોપી એટલે કે ઝેરોક્ષ લઈ જવાની પણ મંજૂરી નથી.
પરીક્ષાનાં નિયમો અનુસાર ઝેરોક્ષ લઈ જવાની મનાઈ છે , છતાં કેટલાંક પરીક્ષા કેન્દ્રો પર લઈ જવા ડે છે, પણ આ પરીક્ષક ની મંજૂરી પર આધાર રાખે છે, એટલે ના લઈ જાઓ તો સારું.
6. પ્રતિબંધિત વસ્તુઓ
પરીક્ષા કેન્દ્રમાં નીચેની વસ્તુઓ લઈ જવાની સખત મનાઈ છે:
મોબાઇલ ફોન, ડિજિટલ અથવા સ્માર્ટ ઘડિયાળ, બેગ, હેન્ડબેગ, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કાગળો, પુસ્તકો, નોંધો વગેરે.
ઉપરોક્ત વસ્તુઓ લઈ જવાની મનાઈ છે, માટે ઘણાં લોકો મોબાઈલ ઘરે મૂકીને પરીક્ષા આપવા આવતા હોય છે, પણ મોબાઈલ સાવ ઘરે મૂકીને આવવા ના બદલે સાથે રાખો તો સારું , પછી તમારી સાથે આવેલ વ્યક્તિને બહાર સોંપીને પરીક્ષા આપવા જઈ શકો છો.
પરીક્ષા આપવા જાઓ ત્યારે લોકેશન શોધવા માટે, કોઈ વસ્તુ ભુલાઈ ગઈ હોય તો ફોન કરવા માટે, ઘરે થી કેન્દ્ર પર પહોંચવા માટે Ola, Uber , Rapido બૂક કરવા માટે પણ મોબાઈલ ની જરૂર પડશે. કોઈ નાની મોટી વસ્તુ ખરીદવા માટે Google Pay ની જરૂર પડી શકે છે.
મિત્રો, પરીક્ષા માં mind એકદમ cool રહે એ જરૂરી છે , માટે બાઇક, કે રિકક્ષા ના બદલે Taxi Cab બૂક કરી લેવી., જેથી ટ્રાફીક નો ઘોંઘાટ, ગરમી, તડકો વગેરે થી રક્ષણ મળે અને મન શાંત રહે. આ માટે પણ મોબાઈલ ની જરૂર પડશે. થોડા વહેલા ઘરે થી નિકળજો , નહીં તો Ola, Uber , Rapido કઈં નહીં મળે. પરીક્ષા ના દિવસે ખૂબ ધસારો હોય છે એ ધ્યાન રાખશો.
Exam Tips By Rajan Sir
માત્ર નિયમ મુજબની Bare Acts લઈ જઈ શકાશે.
જો કોઈ ઉમેદવાર આવી પ્રતિબંધિત વસ્તુઓ સાથે પકડાય અથવા નકલ કરવાનો પ્રયાસ કરે, તો તેને પરીક્ષામાંથી ગેરલાયક ઠેરવી શકાય છે.
7. પરીક્ષા પૂરી થાય તે પહેલાં બહાર જવાની મનાઈ
પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં ઉમેદવાર પરીક્ષા હોલ છોડી શકશે નહીં. જવાબપત્રિકા (Answer Sheet) સોંપ્યા વગર પણ બહાર જવાની મંજૂરી નથી.
8. જવાબપત્રિકામાં પેનનો ઉપયોગ
OMR Answer Sheet પર તમામ જવાબો અને નિશાનીઓ માત્ર Blue અથવા Black Ball Point Pen વડે જ કરવાની રહેશે. સાદી બૉલપેન નો ઉપયોગ કરવાનો છે, જેલ પેન નો ઉપયોગ કરવો નહીં.
પેન્સિલનો ઉપયોગ કરવાથી ઉમેદવારને પરીક્ષામાંથી ગેરલાયક ઠેરવી શકાય છે.
9. OMR શીટમાં વિગતો ભરવી
ઉમેદવારે એડમિટ કાર્ડમાં દર્શાવ્યા મુજબ પોતાનો Roll Number અને Unique ID OMR Sheet માં યોગ્ય રીતે ભરવાના રહેશે.
આ વિગતોમાં કોઈપણ પ્રકારની ભૂલ અથવા મેળ ન બેસે તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે. જો રોલ નંબર કે બીજી કોઈ માહિતી ભરવા માં ભૂલ કરશો તો ફેલ થઈ શકો છો. OMR Sheet ની કોરી કોપી મેળવીને એમાં બધી માહિતી ભરવાની ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરી લેવી જરૂરી છે.
10. પ્રશ્નપત્રની સૂચનાઓનું પાલન
ઉમેદવારે પ્રશ્નપત્રના કવર પર આપવામાં આવેલી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
11. Question Booklet Set Code ભરવો
ઉમેદવારે Answer Sheet માં નીચેની વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે:
Question Booklet Set Code
Roll Number
Unique ID
અન્ય જરૂરી વિગતો.
આ વિગતો ખોટી ભરવાથી અથવા અધૂરી રાખવાથી જવાબપત્રિકા સીધી રદ થઈ શકે છે.
12. દિવ્યાંગ ઉમેદવારો માટે વધારાનો સમય
જે ઉમેદવારોને 40% કરતાં વધુ દિવ્યાંગતા (Disability) હોય તેમને દર એક કલાકની પરીક્ષા માટે 20 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે.
આ વધારાનો સમય મેળવવા માટે ઉમેદવારે પરીક્ષાના નિરીક્ષક (Invigilator) સમક્ષ દિવ્યાંગતા પ્રમાણપત્રની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
ઉદાહરણ તરીકે, જો પરીક્ષાનો સમય 3 કલાક હોય, તો ઉમેદવારને કુલ 60 મિનિટનો વધારાનો સમય મળી શકે છે.
13. ખાસ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે Scribe ની સુવિધા
જે ઉમેદવારો અંધત્વ (Blindness), બંને હાથની અસરગ્રસ્તતા ધરાવતી Locomotor Disability (BA) અથવા Cerebral Palsy જેવી દિવ્યાંગતાને કારણે પોતે પરીક્ષા લખી શકતા નથી, તેમને લેખક (Scribe)ની સુવિધા આપવામાં આવશે.
આ સુવિધા માટેની મુખ્ય શરતો:
ઉમેદવારને પોતાની સાથે લેખક લાવવાની છૂટ છે.
લેખકની ઉંમર ઉમેદવાર કરતાં ઓછી હોવી જોઈએ.
લેખક કોઈપણ અન્ય Humanities વિષયનો અભ્યાસ કરતો ન હોવો જોઈએ.
લેખકે પોતાની શાળા અથવા કોલેજનું ઓળખપત્ર, ઉંમરનો પુરાવો અને આધાર કાર્ડ મુજબના સરનામાનો પુરાવો સાથે રાખવાનો રહેશે.
પરીક્ષા કેન્દ્ર દ્વારા લેખક આપવામાં આવશે નહીં.
14. અન્ય નિર્દિષ્ટ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે Scribe
અંધત્વ, બંને હાથની અસરગ્રસ્તતાવાળી Locomotor Disability અને Cerebral Palsy સિવાયની અન્ય નિર્દિષ્ટ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પણ Scribe, Reader અથવા Lab Assistantની સુવિધા મળી શકે છે.
પરંતુ તેના માટે સક્ષમ સરકારી તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે.
આ પ્રમાણપત્રમાં સ્પષ્ટ હોવું જોઈએ કે ઉમેદવારને લખવામાં શારીરિક મર્યાદા છે અને તેના કારણે પરીક્ષા લખવા માટે Scribeની જરૂરિયાત છે.
15. ઉમેદવારી કામચલાઉ (Provisional) છે
AIBE પરીક્ષામાં ઉમેદવારની ઉમેદવારી કામચલાઉ છે.
માત્ર તે જ ઉમેદવારો પરીક્ષા આપી શકશે જેઓ AIBE માટે નક્કી કરેલી પાત્રતાની તમામ શરતો પૂર્ણ કરતા હોય.
જો પરીક્ષાના કોઈપણ તબક્કે જાણવા મળે કે ઉમેદવાર પાત્રતા ધરાવતા નથી, તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે.
16. નકલ અથવા ગેરરીતિ કરનાર ઉમેદવાર સામે કાર્યવાહી
જો કોઈ ઉમેદવાર નકલ કરતો અથવા અન્ય કોઈ ગેરરીતિ (Unfair Means) અપનાવતો જણાશે, તો પરીક્ષાના નિરીક્ષકો તેને સામાન્ય રીતે પરીક્ષા આપવાથી રોકી દેશે.
અન્ય જરૂરી માહિતી
ફોજદારી અધિનિયમ એટલે ઈન્ડિયન પિનલ કોડ એ જૂનો કાયદો છે અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ નવો કાયદો છે, બંને નો હેતુ એક જ છે. પણ હવે નવો કાયદો અમલમાં છે.
જૂનો કાયદો અમલમાં નથી, પણ પરીક્ષામાં જૂના અને નવા બંને કાયદા પૂછાય છે. તો પ્રશ્ન બરાબર સમજીને જવાબ આપવો. મોટાભાગે પ્રશ્નમાં જ લખ્યું હોય છે કે BNS અનુસાર…. અથવા IPC અનુસાર… તો એ મુજબ ની બુક માં થી જવાબ શોધો.
જો IPC નો પ્રશ્ન હોય અને BNS માં શોધો તો જવાબ ખોટો પડશે, અમુક કલમો અને વ્યાખ્યાઓ બદલાઈ છે.
BNSS અને BSA નું પણ એવું જ છે.
Bare આકટ્સન ની બધી બુક્સ તમારે અંદર લઈ જઈને સૌ પ્રથમ તો એવી રીતે ગોઠવવા ની છે કે જેથી દરેક બૂક નું ટાઇટલ સ્પષ્ટ વાંચી શકાય . બધી બુક્સ ફેંદવી ના પડે એ રીતે ગોઠવવી બહુ જરૂરી છે. જેથી જે કાયદાની બૂક જોઈએ એ તરત મળી જાય.
મોટા ભાગે પ્રશ્ન માં જ જવાબ કે જવાબ ની hint આપેલી હોય છે. જેમ કે પ્રશ્ન ની શરૂઆતમાં જ જણાવેલ હોય કે આ પ્રશ્ન BNSS પર આધારિત છે. તો બધી બુક્સ માં થી તરત જ BNSS ની બૂક શોધી લો.
હવે બૂક માં છેલ્લે આપેલ Index જુઓ. મોટાભાગ ના લોકોને આ ખબર નથી હોતી કે બૂક માં છેલ્લે Index આપેલ હોય છે અને એનો શું ઉપયોગ છે. સામાન્ય રીતે બૂક ની શરૂઆત માં આપેલ Table of Contents ને જ લોકો ઇંડેક્સ માની ને એનો જ ઉપયોગ કરતાં હોય છે. પણ એમાં સામાન્ય રીતે ચેપ્ટર ના નામ આપેલ હોય છે અને ચેપ્ટરના ક્રમ મુજબ હોય છે, જે પરીક્ષામાં બહુ ઉપયોગી નથી.
તમારે પરીક્ષામાં , બૂક ની છેલ્લે આપેલ ઇન્ડેક્સ નો ઉપયોગ કરવાનો છે. એમાં એબીસીડી મુજબ દરેક ટોપિક અને કલમ આપેલ હોય છે. કયા ચેપ્ટર માં છે એ ખબર ના હોય તો પણ ત્યાં ક્રમ મુજબ આપેલ હોવાથી સરળતા થી જરૂરી કલમ મળી જશે.
હવે ત્યાં કલમ ની સામે જ પાનાં નંબર આપેલ હશે , એ પાનાં પર જોવાથી ચેપ્ટર નો નંબર અને એ કલમ શા માટે છે એ તરત જ મળી જશે. આ ખબર ના હોય અને સીધા બૂક માં શોધવાનો પ્રયત્ન કરશો તો નહીં મળે અથવા ખૂબ ટાઇમ લાગશે.
Prepared By Advocate Rajan Sir
આપણે અહી ટાઇમ નું પણ ધ્યાન રાખવાનું છે. આ રીતે કરશો તો તમને ભલે પહેલા થી ખબર ના હોય કે કઈ કલમ માં શું છે, કયા ચેપ્ટર માં છે આ કઈં જ ખ્યાલ નહીં હોય તો પણ સાચો જવાબ શોધી શકશો.
આ જ રીતે તમે કોઈપણ પ્રશ્ન નો જવાબ શોધી શકશો અને ટાઇમ પણ નહીં ખૂટે.
તમારી પાસે અત્યારે બેર એક્ટસ હોય તો અગાઉના પેપર લઈને આ રીતે જવાબો આપવાની પ્રેક્ટિસ કરજો, સાવ સહેલું લાગશે.
ફક્ત 45 માર્કસ લાવવા ના છે, આમાં ટકા લાવવાની જરૂર નથી. જો થોડી તૈયારી કરી હશે અને આ રીતે બેર એક્ટસ નો પરીક્ષામાં ઉપયોગ કરશો તો ચોક્કસ પાસ થઈ જશો.
પેપર હાથમાં આવે એટલે તરત જવાબ લખવાનું શરૂ ના કરો, પહેલાં બધા પ્રશ્નો જોઈ લો. મોટાભાગે એવું હોય છે કે શરૂઆત ના પ્રશ્નો થોડા અઘરા હોય છે, મોટાભાગના લોકો એમાં જ ગૂંચવાઈ જાય છે અને પછી પાછળના પ્રશ્નો સરળ હોવા છતાં એના માટે ટાઈમ રહેતો નથી. 100 પ્રશ્નો માં થી આશરે 50 પ્રશ્નો એવા હશે કે તમને આવડતા હોય અથવા Bare Acts માં થી શોધી શકાય એમ હોય. તો પહેલાં આવા પ્રશ્નો ના જવાબ આપો. આ રીતે કરશો તો ટાઈમ નહીં ખૂટે અને પાસ થવા જેટલા માર્ક્સ તો આવી જશે. પ્રથમ પ્રશ્ન થી શરૂ કરવું જરૂરી નથી. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખો કે જે નંબર નો પ્રશ્ન હોય એની સામે જ જવાબ આવવો જોઈએ.
ત્યાં પહોંચીને પણ છેલ્લી મિનિટ સુધી વાંચવાનું ચાલુ ના રાખવું. દસ પંદર મિનિટ પહેલા બુક બંધ કરી ને જેની સાથે આવ્યા હોવ એમની સાથે બીજી કોઈ વાતો કરવી અને એમ વિચારવું કે બધું આવડે છે અને નહીં આવડે તો પણ પાસ થવા જેટલા માર્ક્સ તો આવી જશે. આ રીતે જ વિચારવું.
AIBE પરીક્ષા માટે ખાસ યાદ રાખવાની બાબતો
પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો સમય
11:30 AM
પ્રવેશ બંધ થવાનો સમય
01:15 PM
માન્ય પેન\
Blue / Black Ball Point
Bare Acts\
મંજૂર છે
**Bare Acts ની Photocopy/Xerox **
મંજૂર નથી
40%થી વધુ દિવ્યાંગતા\
20 મિનિટ પ્રતિ કલાક વધારાનો સમય
Rajan Sir દ્વારા ખાસ સલાહ
પરીક્ષાના દિવસે એડમિટ કાર્ડ અને સરકારી ફોટો ID સાથે રાખજો. માત્ર અસલ Bare Acts લઈ જજો, જેમાં કોઈ નોંધ કે ટિપ્પણી ન હોય. OMR શીટમાં Roll Number, Unique ID અને Set Code ખૂબ જ કાળજીપૂર્વક ભરજો. એક નાની ભૂલ પણ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. તેથી પરીક્ષા પહેલાં આ તમામ સૂચનાઓ એકવાર ફરી વાંચી લેવી જરૂરી છે.
