કંપની એ ફાળવેલ મકાન માટે વળતર ચૂકવવા કંપની જવાબદાર રહે છે.
કર્મચારીને ફાળવેલા મકાનમાંથી બળજબરીથી હટાવવાના મામલે BPCLની બેદરકારી સાબિત, પરંતુ મૃત્યુ બાદ માનસિક યાતનાનું વળતર વારસદારોને નહીં મળે : દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે 9 સપ્ટેમ્બર, 2026ના મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીને રહેણાંક મકાન ફાળવનાર નોકરીદાતા ઉપર કર્મચારીને મકાન સંબંધિત મહત્વપૂર્ણ કોર્ટ કાર્યવાહી અંગે યોગ્ય રીતે જાણ કરવાની ફરજ હોઈ શકે છે. આવી ફરજનું પાલન ન થવાથી કર્મચારીને નુકસાન થાય તો નોકરીદાતા સામે બેદરકારી માટે જવાબદારી નિર્ધારિત થઈ શકે છે. કંપની એ ફાળવેલ મકાન માટે વળતર ચૂકવવા કંપની જવાબદાર રહે છે.
પરંતુ બીજી તરફ, મૂળ વાદીનું કેસની કાર્યવાહી દરમિયાન મૃત્યુ થાય ત્યારે તેની વ્યક્તિગત માનસિક યાતના, પ્રતિષ્ઠાને થયેલ નુકસાન અને વ્યક્તિગત અસુવિધા માટેનો દાવો કાયદેસર વારસદારોને ચાલુ રાખવા મળતો નથી.
આ ચુકાદો દિલ્હી હાઈકોર્ટની માનનીય ન્યાયમૂર્તિ મિની પુષ્કર્ણાની ખંડપીઠ દ્વારા RFA No. 937/2017, BPCL વિ. D.P. Dhall (Through Legal Heirs)માં આપવામાં આવ્યો હતો. ચુકાદો 9 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર થયો હતો.
કેસની હકીકતો
D.P. Dhall, Bharat Petroleum Corporation Limited એટલે કે BPCLમાં General Manager તરીકે કાર્યરત હતા. BPCLની સર્વિસ રેગ્યુલેશન મુજબ Manager અને તેનાથી ઉપરના કર્મચારીઓને રહેણાંક સુવિધા આપવામાં આવતી હતી. તે મુજબ શ્રી Dhallને દિલ્હીના South Extension-II વિસ્તારમાં રહેણાંક મકાન ફાળવવામાં આવ્યું હતું.
આ મકાન BPCLએ માલિક પાસેથી લીઝ પર લીધેલું હતું. બાદમાં મકાનના માલિકે BPCL સામે કબજો મેળવવા માટે કેસ કર્યો અને 16 એપ્રિલ, 2004ના રોજ માલિકના પક્ષમાં ડિક્રી થઈ.
મહત્વપૂર્ણ બાબત એ હતી કે આ કાર્યવાહી દરમિયાન શ્રી Dhallને પક્ષકાર બનાવવામાં આવ્યા નહોતા. ત્યારબાદ 25 ઓક્ટોબર, 2004ના રોજ માલિક તરફથી Power of Attorney અને Bailiff દ્વારા મકાનનો તાળો તોડી કબજો લેવામાં આવ્યો અને શ્રી Dhall તથા તેમના પરિવારના ઘરવખરીના સામાનને તેમની ગેરહાજરીમાં બહાર કાઢવામાં આવ્યો. આ ઘટનાના સંબંધમાં FIR પણ નોંધાઈ હતી.
શ્રી Dhallએ ત્યારબાદ BPCL પાસે રોકડ, દાગીના અને અન્ય સામાનના નુકસાન બદલ વળતરની માંગ કરી હતી. BPCLએ પોતાની જવાબદારી નકારી હતી. પરિણામે વળતર મેળવવા માટે દાવો દાખલ કરવામાં આવ્યો.
ટ્રાયલ કોર્ટનો ચુકાદો : કંપની એ ફાળવેલ મકાન માટે વળતર ચૂકવવા કંપની જવાબદાર રહે છે.
ટ્રાયલ કોર્ટે શ્રી Dhallના પક્ષમાં ચુકાદો આપીને કુલ રૂ. 15,30,000નું વળતર મંજૂર કર્યું હતું.
તેમાંથી રૂ. 10,00,000 માનસિક યાતના, પ્રતિષ્ઠાને થયેલા નુકસાન અને અસુવિધા માટે આપવામાં આવ્યા હતા.
રૂ. 4,80,000 રોકડ, દાગીના, કિંમતી વસ્તુઓ અને ઘરવખરીના નુકસાન માટે આપવામાં આવ્યા હતા.
રૂ. 50,000 નુકસાન પામેલી ઘરવખરીની મરામત માટે આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રૂ. 15,30,000 ઉપર 12 ટકા વાર્ષિક pendente-lite અને future interest તથા રૂ. 22,278 litigation costs પણ મંજૂર કરવામાં આવ્યા હતા.
BPCLની મુખ્ય દલીલો શું હતી?
BPCL તરફથી દલીલ કરવામાં આવી હતી કે મકાનની માલિકે પોતે કબજો લીધો હતો અને તેથી સામાન, રોકડ તથા દાગીનાના નુકસાન માટે જવાબદારી BPCLની નહીં પરંતુ માલિકની હતી.
BPCLએ એ પણ દલીલ કરી કે શ્રી Dhallના મૃત્યુ બાદ તેમનો વ્યક્તિગત damagesનો દાવો સમાપ્ત થઈ ગયો હતો અને Legal Representatives દ્વારા કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં.
આ ઉપરાંત BPCLએ res judicata અને જરૂરી પક્ષકાર તરીકે મકાનના માલિકને પક્ષકાર ન બનાવવાના મુદ્દા પણ ઉઠાવ્યા હતા.
Res Judicataની દલીલ હાઈકોર્ટે ફગાવી
હાઈકોર્ટે નોંધ્યું કે અગાઉ Executing Court સમક્ષ શ્રી Dhallની પત્ની દ્વારા કરવામાં આવેલી Objection Petition merits પર નક્કી કરવામાં આવી નહોતી.
તે કાર્યવાહીનો મૂળ મુદ્દો એવો હતો કે માલિક સામે રાહત મળતી નહોતી અને BPCL દ્વારા કોર્ટની કાર્યવાહી અંગે માહિતી ન આપવાના કારણે BPCL સામે દાવો કરી શકાય તેમ હતો.
હાઈકોર્ટે કહ્યું કે res judicata લાગુ થવા માટે અગાઉની કાર્યવાહી merits પર નક્કી થયેલી હોવી જરૂરી છે. તેથી અગાઉની Objection Petitionનું dismissal વર્તમાન damages suit સામે res judicata તરીકે કાર્ય કરતું નથી.
ચુકાદામાં Supreme Courtના Prem Kishore v. Brahm Prakash ચુકાદાનો પણ આધાર લેવામાં આવ્યો હતો, જેમાં Section 11 CPC હેઠળ res judicata માટે અગાઉનો કેસ merits પર નક્કી થયેલો હોવો જરૂરી હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
મકાનના માલિકને પક્ષકાર ન બનાવવાથી કેસ ખોટો બન્યો નહીં
BPCLએ એવી પણ દલીલ કરી હતી કે મકાનના માલિકને જરૂરી પક્ષકાર તરીકે કેસમાં જોડવામાં આવ્યા નહોતા.
પરંતુ હાઈકોર્ટે આ દલીલ પણ નકારી કાઢી.
કોર્ટના મતે વર્તમાન દાવામાં માલિકના હક, title અથવા possession અંગે કોઈ નિર્ણય માગવામાં આવ્યો નહોતો. દાવો BPCLની બેદરકારી અંગે હતો, ખાસ કરીને BPCLએ પોતાના કર્મચારીને eviction decree અને execution proceedings અંગે જાણ કરી કે નહીં તે અંગે હતો.
તેથી માલિકની હાજરી વગર પણ આ મુદ્દાનો સંપૂર્ણ નિર્ણય થઈ શકે તેમ હતો.
BPCLની બેદરકારી અંગે હાઈકોર્ટનું મહત્વપૂર્ણ નિરીક્ષણ
આ કેસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ BPCLની duty of care અંગેનો છે.
હાઈકોર્ટે નોંધ્યું કે BPCLએ પોતાના કર્મચારીને રહેણાંક મકાન ફાળવ્યું હતું. આવી ફાળવણીમાં એક implied term એ છે કે કર્મચારી ત્યાં સુધી મકાનમાં રહે જ્યાં સુધી allotment કાયદેસર રીતે સમાપ્ત કે રદ ન થાય.
તેથી BPCLની ફરજ હતી કે માલિક દ્વારા મેળવવામાં આવેલી eviction decree અને તેની અમલવારી અંગે કર્મચારીને લેખિતમાં યોગ્ય માહિતી આપવામાં આવે.
BPCLના સાક્ષીએ એવો દાવો કર્યો હતો કે શ્રી Dhallની પત્નીને ટેલિફોન દ્વારા માહિતી આપવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે નોંધ્યું કે આ મૌખિક દાવાને સમર્થન આપતો કોઈ દસ્તાવેજ રેકોર્ડ પર નહોતો.
વધુમાં BPCLએ પોતે જ સ્વીકાર્યું હતું કે તેને execution proceedings અથવા bailiffની નિમણૂક અંગે જાણ નહોતી. આ સ્થિતિમાં BPCL પોતાના કર્મચારીને આ અંગે માહિતી આપી શકે તેમ નહોતું.
કોર્ટે વધુમાં નોંધ્યું કે BPCLએ eviction પહેલાં કોઈ વૈકલ્પિક રહેઠાણની ઓફર કરવામાં આવી હોવાનું દર્શાવતું કોઈ દસ્તાવેજી પુરાવું પણ રજૂ કર્યું નહોતું.
આથી હાઈકોર્ટે Trial Courtના એ નિષ્કર્ષને યોગ્ય ગણાવ્યો કે BPCLએ પોતાની duty of care નિભાવવામાં બેદરકારી કરી હતી અને તેના કારણે કર્મચારીને નુકસાન થયું હતું.
ઘરવખરીના નુકસાન માટે રૂ. 50,000નું વળતર યથાવત
કોર્ટ સમક્ષ પુરાવામાં આવ્યું હતું કે ઘરવખરીના સામાનનું valuation BPCL દ્વારા નિયુક્ત valuerએ કર્યું હતું અને કુલ નુકસાન રૂ. 1,43,000 જેટલું આંકવામાં આવ્યું હતું.
BPCLએ પોતાની તરફથી આશરે રૂ. 1,20,000ની મદદ પૂરી પાડ્યાનો દાવો કર્યો હતો અને અનેક bills પણ રજૂ કર્યા હતા. જોકે હાઈકોર્ટે નોંધ્યું કે મોટાભાગના bills વૈકલ્પિક રહેઠાણમાં કરવામાં આવેલા કામ સાથે સંબંધિત હતા અને damaged household goodsની repair માટેનો ખર્ચ ખૂબ જ ઓછો હતો.
ટ્રાયલ કોર્ટે રૂ. 1,43,000ના valuation સામે માત્ર રૂ. 50,000નું lump-sum વળતર આપ્યું હતું.
હાઈકોર્ટે આ રૂ. 50,000નું વળતર યોગ્ય ગણાવીને યથાવત રાખ્યું.
રોકડ અને દાગીનાના નુકસાન માટે વળતર કેમ રદ થયું?
ટ્રાયલ કોર્ટે રોકડ અને દાગીનાના નુકસાન માટે રૂ. 4,48,000નું વળતર આપ્યું હતું.
પરંતુ હાઈકોર્ટે નોંધ્યું કે FIRમાં રૂ. 48,000 રોકડ અને રૂ. 4,00,000ના દાગીનાના નુકસાનની સ્પષ્ટ નોંધ નહોતી.
શ્રી Dhallએ cross-examination દરમિયાન પણ સ્વીકાર્યું હતું કે પોલીસ ફરિયાદમાં આ નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ હતી કે રોકડ અથવા દાગીના ખરેખર તે સમયે તેમની પાસે હતા તે સાબિત કરવા માટે bank withdrawal slip, payment bill, jewellery purchase bill અથવા અન્ય કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો નહોતો.
આ ઉપરાંત અગાઉની Objection Petitionમાં રોકડ અને અન્ય સામાનના નુકસાન અંગે અલગ રકમ દર્શાવવામાં આવી હતી, જેના કારણે કોર્ટને દાવાની રકમ અંગે વિરોધાભાસ પણ જણાયો.
આથી હાઈકોર્ટે રૂ. 4,48,000નું વળતર રદ કર્યું.
મૂળ વાદીના મૃત્યુ બાદ માનસિક યાતનાનું વળતર કેમ ચાલુ રહી શક્યું નહીં?
આ ચુકાદાનો સૌથી મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંત Indian Succession Act, 1925ની Section 306 સાથે સંબંધિત છે.
Section 306 સામાન્ય રીતે deceased વ્યક્તિના rights of action તેના executor અથવા administrator સામે અથવા તરફ ચાલુ રહેવાની જોગવાઈ કરે છે, પરંતુ defamation, assault અને અન્ય personal injuries જેવા દાવાઓ માટે અપવાદ રાખે છે.
હાઈકોર્ટે સમજાવ્યું કે “other personal injuries”ને defamation અને assault સાથે ejusdem generis રીતે વાંચવામાં આવે છે. તેમાં વ્યક્તિની dignity, reputation અને mental agony જેવી વ્યક્તિગત ઇજાઓનો સમાવેશ થઈ શકે છે.
અહીં કોર્ટએ personal rights અને proprietary rights વચ્ચેનો તફાવત મહત્વપૂર્ણ ગણાવ્યો.
Proprietary rights વ્યક્તિની estate સાથે જોડાયેલા હોય છે અને તેમનું આર્થિક મૂલ્ય હોય છે. જ્યારે mental agony, pain, suffering, reputation વગેરે જેવા personal claims વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે.
Supreme Courtના Kumud Lall v. Suresh Chandra Roy ચુકાદાને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે જણાવ્યું કે સામાન્ય રીતે deceased વ્યક્તિના rights અને liabilities તેના Legal Representatives સુધી જાય છે, પરંતુ Section 306ના અપવાદ હેઠળ personal injury claims abate થાય છે જ્યારે deceasedની estateને લગતા claims survive થઈ શકે છે.
રૂ. 10 લાખનું વળતર રદ
આ કાનૂની સિદ્ધાંતને લાગુ કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે માનસિક યાતના, પ્રતિષ્ઠાને થયેલું નુકસાન અને વ્યક્તિગત અસુવિધા માટેનું રૂ. 10,00,000નું વળતર deceased વ્યક્તિની estateનો tangible ભાગ નથી. તેથી શ્રી Dhallના મૃત્યુ બાદ આ વ્યક્તિગત દાવાનો અધિકાર તેમના Legal Representativesને મળતો નથી.
પરિણામે રૂ. 10,00,000નું વળતર હાઈકોર્ટે રદ કર્યું.
અંતિમ ચુકાદો : કંપની એ ફાળવેલ મકાન માટે કંપની જવાબદાર રહે છે.
દિલ્હી હાઈકોર્ટે Trial Courtના 9 જૂન, 2017ના ચુકાદામાં આંશિક ફેરફાર કર્યો.
રૂ. 4,80,000નું cash, jewellery અને valuable goods માટેનું વળતર રદ કરવામાં આવ્યું.
રૂ. 10,00,000નું mental agony, loss of prestige અને inconvenience માટેનું વળતર પણ રદ કરવામાં આવ્યું.
રૂ. 50,000નું damaged household goodsની repair માટેનું વળતર તથા તેના પર આપવામાં આવેલ interest યથાવત રાખવામાં આવ્યું. રૂ. 22,278 litigation costs પણ યથાવત રાખવામાં આવ્યા.
આ રીતે BPCLની appeal સંપૂર્ણ રીતે નહીં પરંતુ આંશિક રીતે મંજૂર કરવામાં આવી.
ચુકાદામાંથી મળતો કાનૂની સંદેશ : કંપની એ ફાળવેલ મકાન માટે કંપની જવાબદાર રહે છે.
આ ચુકાદો બે મહત્વપૂર્ણ સિદ્ધાંતો સ્પષ્ટ કરે છે.
પ્રથમ, નોકરીદાતા પોતાના કર્મચારીને રહેણાંક સુવિધા પૂરી પાડે અને તે મકાન અંગે એવી કોર્ટ કાર્યવાહી ચાલી રહી હોય જેના કારણે કર્મચારીના રહેઠાણ પર અસર પડી શકે, તો પરિસ્થિતિ અનુસાર કર્મચારીને યોગ્ય માહિતી આપવાની duty of care નોકરીદાતા પર આવી શકે છે. આ ફરજનું ઉલ્લંઘન થાય અને કર્મચારીને નુકસાન થાય તો negligence માટે જવાબદારી ઊભી થઈ શકે છે.
બીજું, દરેક damages claim મૃત્યુ પછી Legal Representatives દ્વારા ચાલુ રહી શકે એવું નથી. વ્યક્તિગત માનસિક યાતના, પ્રતિષ્ઠા અને pain/suffering જેવા personal claims અને deceasedની estateને થયેલા tangible નુકસાન વચ્ચે કાયદો તફાવત કરે છે.
આ ચુકાદો ખાસ કરીને CPCની Section 11, Order I Rule 9, Order XXII તથા Indian Succession Actની Section 306 હેઠળ damages claims અને survival of right to sue ના પ્રશ્નો માટે મહત્વપૂર્ણ છે.
Delhi High Court, BPCL, D.P. Dhall, RFA 937/2017, Negligence, Duty of Care, Tortious Liability, Compensation, Damages, Mental Agony, Loss of Prestige, Indian Succession Act Section 306, CPC Section 11, Res Judicata, Order I Rule 9 CPC, Legal Representatives, Right to Sue, Personal Injury Claim, Property Damage, Employee Accommodation, Eviction, Eviction Proceedings, Household Goods Damage, દિલ્હી હાઈકોર્ટ, બેદરકારી, વળતર, કાનૂની વારસદારો, માનસિક યાતના, કર્મચારી રહેઠાણ, ભાડુઆત અને મકાનમાલિક, મહત્વપૂર્ણ કાનૂની ચુકાદો
