પ્રેમસંબંધ દરમિયાન કરેલ ખર્ચ અને ભેટોને બ્રેકઅપ બાદ પરત માગી શકાય નહીં.
સિંગાપોર હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પ્રેમસંબંધ દરમિયાન એક પાર્ટનર દ્વારા બીજા પાર્ટનર માટે સ્વેચ્છાએ કરવામાં આવેલા ખર્ચ, ભેટો અને નાણાકીય સહાયને માત્ર સંબંધ પૂરો થયા બાદ “લોન” તરીકે ગણાવી પરત વસૂલ કરી શકાય નહીં, ખાસ કરીને જ્યારે લોન તરીકે આપવામાં આવી હતી તે દર્શાવતો વિશ્વસનીય અને ઑબ્જેક્ટિવ પુરાવો ઉપલબ્ધ ન હોય. પ્રેમસંબંધ દરમિયાન કરેલ ખર્ચ અને ભેટોને બ્રેકઅપ બાદ પરત માગી શકાય નહીં.
ચુકાદો Chander Agarwal v Lee Xiu Hui Felicia, [2026] SGHC 185 માં General Division of the High Court of the Republic of Singapore દ્વારા Senior Judge Lee Seiu Kin દ્વારા આપવામાં આવ્યો હતો. ચુકાદાની તારીખ 9 સપ્ટેમ્બર 2026 છે.
કેસની પૃષ્ઠભૂમિ
ચુકાદા મુજબ, Chander Agarwal અને Lee Xiu Hui Felicia વચ્ચે સપ્ટેમ્બર 2022થી ડિસેમ્બર 2023 સુધી રોમેન્ટિક સંબંધ હતો. બંનેની મુલાકાત અગાઉ થઈ હતી અને સંબંધ શરૂ થાય તે પહેલાં પણ અરજદાર વાદી દ્વારા પ્રતિવાદી ને મોંઘી ભેટો આપવામાં આવી હતી. સંબંધ તૂટ્યા બાદ વાદી એ 4 માર્ચ 2024ના રોજ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.
અરજદાર નો દાવો હતો કે સંબંધ દરમિયાન પ્રતિવાદી માટે કરવામાં આવેલા વિવિધ ખર્ચ હકીકતમાં interest-free loans હતા અને પ્રતિવાદી પાસેથી કુલ 468,090 સિગાપોર ડોલર ની રકમ પરત મેળવવાની હતી. આ રકમમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ, લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, મુસાફરી, શોપિંગ, Feng Shui સેવા, બિઝનેસ શરૂ કરવા માટેની રકમ અને Stanford-NUS Executive Programme ની ફી સહિતના વિવિધ ખર્ચનો સમાવેશ થતો હતો.
વાદી એ લોનના સમર્થનમાં એક handwritten agreement પર પણ આધાર રાખ્યો હતો અને એવો દાવો કર્યો હતો કે Defendantએ તેમાં પોતાની સહી કરી હતી. આ ઉપરાંત Defendantએ સંબંધની exclusivity અને ભવિષ્યમાં રકમ પરત કરવાની ક્ષમતા અંગે ખોટી રજૂઆતો કરી હતી, જેના આધારે તેણે આ રકમો આપી હોવાનું પણ Claimantએ જણાવ્યું હતું.
હાઈકોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્નો શું હતા?
કોર્ટે મુખ્યત્વે તપાસ્યું કે વિવાદિત રકમો gifts હતી કે loans, handwritten agreement લોન સાબિત કરે છે કે નહીં, Defendant દ્વારા fraudulent misrepresentation કરવામાં આવી હતી કે નહીં, unjust enrichmentનો દાવો સફળ થઈ શકે કે નહીં અને institutional constructive trust લાગુ પડે છે કે નહીં.
કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન: દસ્તાવેજી પુરાવાનો અભાવ
કોર્ટે Claimant ના કેસની એક મોટી નબળાઈ તરીકે documentary evidence ના અભાવને ગણાવ્યો.
કોર્ટના ધ્યાનમાં આવ્યું કે Claimant એવો કોઈ WhatsApp સંદેશ બતાવી શક્યો નહોતો જેમાં Defendant એ કોઈ રકમને loan તરીકે સ્વીકારી હોય અથવા તેને પરત કરવાની સંમતિ આપી હોય. Claimant એ નાણાકીય ચર્ચાઓ સામાન્ય રીતે મૌખિક થતી હોવાનું જણાવ્યું હતું.
કોર્ટે એ પણ નોંધ્યું કે લગભગ તમામ disputed sums માટે Claimantએ approximate amounts દર્શાવ્યા હતા અને કેટલાક દાવાઓની પૂરતી particularisation પણ કરવામાં આવી નહોતી.
સંબંધ શરૂ થાય તે પહેલાં પણ મોંઘી ભેટો આપવામાં આવતી હતી.
કોર્ટ માટે એક મહત્વપૂર્ણ પરિબળ એ હતું કે Defendantને મોંઘી ભેટો આપવાનો Claimantનો વ્યવહાર સંબંધ શરૂ થયા પહેલાંથી જ ચાલુ હતો.
ચુકાદામાં travel wallet, luxury goods, first-class અથવા suites class travel, hotel expenses, limousine, Prada vouchers, Louis Vuitton handbag, Apple Hermès watch અને Europe trip જેવી અનેક ભેટો અને ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખાસ કરીને એક WhatsApp વાતચીતમાં Defendantએ અગાઉ મળેલી ભેટો અંગે “How to repay you” જેવી ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારે Claimantએ જવાબ આપ્યો હતો કે તેને પરત કરવાની જરૂર નથી અને તે money lender નથી.
કોર્ટે આ સમગ્ર વર્તનને ધ્યાનમાં રાખીને નક્કી કર્યું કે સંબંધ દરમિયાન થયેલા ખર્ચનું મૂલ્યાંકન Claimantની તે સમયની donative intention એટલે કે ભેટ આપવાની મનોદશાના આધારે કરવું જરૂરી છે.
લોન અને Gift વચ્ચેનો કાનૂની તફાવત
કોર્ટે અગાઉના Singapore Court of Appealના નિર્ણય Toh Eng Tiah v Jiang Angelinaનો આધાર લીધો.
કોર્ટ અનુસાર valid gift માટે donorની gift કરવાની intention અને giftના subject matterની delivery જરૂરી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે transfer કરતી વખતે donorની subjective intention શું હતી.
એક વખત વ્યક્તિએ gift આપવાનો ઈરાદો રાખીને gift કરી દીધી હોય તો બાદમાં માત્ર પોતાનો મત બદલવાથી તે giftને loanમાં રૂપાંતરિત કરી શકાતી નથી.
કોર્ટે એક પછી એક વિવિધ રકમોને Gift ગણાવી
Claimantએ આશરે 151,658 સિંગાપોર ડોલર નો દાવો કર્યો હતો. પરંતુ evidence માંથી સામે આવ્યું કે Claimant પોતે Defendant ને card નો ઉપયોગ કરવાની અને ખર્ચ કરવાની છૂટ આપતો હતો.
કોર્ટે અંતે આ રકમને gift ગણાવી.
આશરે SGD 31,000ના ખર્ચને પણ Claimant loan તરીકે રજૂ કરતો હતો. પરંતુ Defendant ને આ રકમ loan તરીકે આપવામાં આવી હોવાની અથવા repayment માટે કોઈ સંમતિ થયાની પૂરતી સાબિતી ન મળતાં કોર્ટે તેને પણ gift ગણાવી.
Life Insurance Sum
લગભગ SGD 20,000ના life insurance premiums બાબતે પણ કોર્ટે નોંધ્યું કે Claimant વારંવાર Defendantને પોતાની રકમ અથવા credit cardનો ઉપયોગ કરીને insurance ભરવા માટે કહેતો હતો.
આવા સંદેશાઓ Claimantની સ્વૈચ્છિક નાણાકીય મદદ દર્શાવતા હતા અને loanની objective evidence ઉપલબ્ધ નહોતી. તેથી આ રકમ પણ gift ગણાઈ.
Citibank Sum
લગભગ SGD 20,980ના Citibank ખર્ચ બાબતે પણ Claimant દ્વારા Defendantને cardનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હોવાની WhatsApp conversations હતી.
કોર્ટે આ રકમને પણ gift ગણાવી.
Manulife Sum
લગભગ SGD 50,000ની રકમ Defendantની અગાઉની નાણાકીય જવાબદારીઓ ચૂકવવા માટે આપવામાં આવી હોવાનો Claimantનો દાવો હતો.
પરંતુ કોર્ટ સમક્ષ એવી પૂરતી evidence નહોતી કે Claimantએ ખરેખર આ રકમ Defendantને આપી હતી. Defendantના bank statementsમાં પણ SGD 50,000ની cash deposit દેખાઈ નહોતી.
કોર્ટે કહ્યું કે માત્ર પરિસ્થિતિજન્ય અથવા speculative evidenceના આધારે આ રકમ Claimantે આપી હતી એવું માની શકાય નહીં.
Feng Shui ખર્ચ
લગભગ SGD 17,000ના Feng Shui ખર્ચને પણ loan તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ WhatsApp messages દર્શાવતા હતા કે આ ખર્ચ કરવાની પહેલ Claimant તરફથી થઈ હતી અને Defendantે loan માગ્યો હોવાનો અથવા repayment માટે સંમતિ આપી હોવાનો documentary evidence નહોતો.
આથી આ રકમ પણ gift ગણાઈ.
US અને Hong Kong પ્રવાસના ખર્ચ
US trip માટે First Class tickets અને shopping સહિત મોટી રકમ ખર્ચવામાં આવી હતી. Claimant પોતે Defendantને shopping budget અંગે જણાવતો હતો. કોર્ટને loan તરીકે repaymentની કોઈ objective evidence મળી નહીં અને US Trip Sumsને gifts ગણવામાં આવ્યા.
Hong Kong trip માટે પણ Claimantે Defendant અને તેની મિત્ર માટે budget નક્કી કરવા માટે પોતે વાતચીત શરૂ કરી હતી. કોર્ટના મત મુજબ આ વાતચીતનો સ્વર loan કરતાં gift સાથે વધુ સુસંગત હતો.
Stanford-NUS Executive Programme ની ફી પણ Gift
આ કેસનો એક રસપ્રદ ભાગ Defendantના Stanford-NUS Executive Programme માટે કરવામાં આવેલ લગભગ SGD 30,000નો ખર્ચ હતો.
Claimant એ દલીલ કરી હતી કે આ professional education માટેની રકમ હતી અને તેણે પોતે company પાસેથી loan લઈને આ રકમ મેળવી હતી, તેથી Defendant માટેની રકમ loan હોવી જોઈએ.
પરંતુ કોર્ટે આ દલીલ સ્વીકારી નહીં.
ચુકાદા મુજબ, Claimantએ Defendantને “grant” તરીકે NUS માટે USD 25,000 આપવાની વાત WhatsApp પર કરી હતી અને Defendantને programme માટે sponsor કરવાની પહેલ પણ Claimant તરફથી થઈ હતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ વ્યક્તિ પોતાના romantic partnerના professional advancement માટે નાણાં ખર્ચે તો તે પણ gift હોઈ શકે છે. Claimantએ આ રકમ માટે કંપની પાસેથી loan લીધો હતો તે માત્ર તેના source of financingને દર્શાવે છે, તેની donative intentionને નહીં. તેથી NUS Programme Sum પણ gift ગણાઈ.
Handwritten Agreement અંગે કોર્ટનો અભિગમ
Claimantએ એક handwritten agreement પર ભારે આધાર રાખ્યો હતો.
પરંતુ કોર્ટે આ documentની રજૂઆતની પરિસ્થિતિને suspicious ગણાવી. Claimantએ મૂળ Statement of Claimમાં આ agreementનો ઉલ્લેખ કર્યો નહોતો અને amended claimમાં લગભગ સાત મહિના બાદ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વધુમાં, agreementમાં disputed sumsના અલગ-અલગ headsનો સ્પષ્ટ ઉલ્લેખ પણ નહોતો.
Signature અંગે expert evidence હોવા છતાં કોર્ટને ખાતરી થઈ નહોતી કે Defendantએ ખરેખર handwritten agreement પર સહી કરી હતી. Expert analysisની કેટલીક મર્યાદાઓને કારણે કોર્ટ માટે agreement Defendant દ્વારા signed હોવાનું નિશ્ચિત રીતે સ્વીકારવું unsafe હતું.
વધુમાં, Defendant દ્વારા રજૂ કરવામાં આવેલા 26 મે 2023ના promissory noteમાં Claimantે પોતે Defendantને goodwill અને generosityથી આપેલી વસ્તુઓ પાછી ન માંગવાની વાત લખી હતી. કોર્ટના મત મુજબ, handwritten agreement માન્ય હોવા છતાં પણ subsequent promissory noteથી તે superseded થઈ ગયું હતું.
Fraudulent Misrepresentationનો દાવો પણ નિષ્ફળ
Claimantએ દલીલ કરી હતી કે Defendant એ બે મહત્વપૂર્ણ ખોટી રજૂઆતો કરી હતી.
પ્રથમ, બંને genuine અને exclusive romantic relationship માં હતા એવી Relationship Representation.
બીજી, Defendant પાસે પૂરતા funds હતા અને તે Claimant ને loanની રકમ પરત કરશે એવી Repayment Representation.
કોર્ટે બંને દાવાઓ સ્વીકાર્યા નહીં.
Relationship Representation અંગે કોર્ટએ જણાવ્યું કે પક્ષકારો વચ્ચે શરૂઆતના સમયમાં relationship serious અથવા exclusive હોવા અંગે કોઈ objective evidence નહોતું. વધુમાં, Claimantની પોતાની conductને જોતા પણ એવું લાગતું નહોતું કે તેણે આ alleged representationના આધારે જ નાણાં આપ્યા હતા.
Repayment Representation અંગે પણ કોર્ટએ કહ્યું કે Defendantે આવી representation કરી હતી તે સાબિત કરવા માટે પૂરતી evidence નહોતી. અને જો આવી વાત થઈ પણ હોય તો Claimantએ ખરેખર તેના આધારે disputed sums આપ્યા હતા એવું પણ સાબિત થયું નહોતું.
Unjust Enrichmentનો દાવો પણ નિષ્ફળ
Claimantએ વૈકલ્પિક રીતે unjust enrichmentનો દાવો કર્યો હતો.
કોર્ટે સમજાવ્યું કે unjust enrichment માટે defendantને benefit મળવો, claimantના expense પર enrichment થવું, enrichmentને unjust ગણાવી શકાય તેવું હોવું અને કોઈ applicable defence ન હોવું જેવા તત્વો જરૂરી છે.
આ કેસમાં Claimant જે “failure of basis” પર આધાર રાખતો હતો તે parties વચ્ચેનું joint understanding નહોતું. કોર્ટ પહેલેથી જ નક્કી કરી ચૂકી હતી કે Claimantની intention gifts આપવાની હતી. તેથી unjust enrichmentનો દાવો પણ નિષ્ફળ ગયો.
Constructive Trust અંગે પણ રાહત નહીં
Claimantએ institutional constructive trustની માગણી પણ કરી હતી અને Defendant દ્વારા financial exploitation કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પરંતુ કોર્ટએ કહ્યું કે disputed sums gifts હતા અને alleged misrepresentations પણ સાબિત થઈ નહોતી. તેના વિપરીત, evidence દર્શાવતી હતી કે Claimant પોતે વારંવાર Defendantને પોતાના નાણાં વાપરવા માટે પ્રોત્સાહિત અથવા આગ્રહ કરતો હતો.
આથી Defendant દ્વારા financial exploitationની એવી recognised category સાબિત થઈ નહોતી જેના આધારે institutional constructive trust ઊભો થઈ શકે.
હાઈકોર્ટનો અંતિમ નિર્ણય : પ્રેમસંબંધ દરમિયાન કરેલ ખર્ચ અને ભેટોને બ્રેકઅપ બાદ પરત માગી શકાય નહીં.
કોર્ટે સમગ્ર evidenceનું મૂલ્યાંકન કર્યા બાદ નિષ્કર્ષ આપ્યો કે disputed sums gifts તરીકે આપવામાં આવી હતી અને loans નહોતી.
કોર્ટના મત મુજબ Claimantની case theory મુખ્યત્વે એવી હતી કે Defendantએ જ્યારે તેની offer સ્વીકારી ત્યારે રકમ આપોઆપ loan બની ગઈ. પરંતુ કોઈ objective evidence Defendantે interest-free loan માગ્યો હતો અથવા repayment માટે સંમતિ આપી હતી તે દર્શાવતું નહોતું.
આથી Claimantની સમગ્ર claim dismiss કરવામાં આવી.
કોર્ટે Defendantના પક્ષે standard rate પર costs ચૂકવવાનો આદેશ પણ કર્યો.
કાનૂની મહત્વ
આ ચુકાદો ખાસ કરીને contract, gift, intention to create legal relations, misrepresentation, unjust enrichment અને constructive trustના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ છે.
સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત એ છે કે કોઈ નાણાકીય transferને માત્ર પાછળથી “loan” કહી દેવું પૂરતું નથી. કોર્ટ transfer કરતી વખતે પક્ષકારની વાસ્તવિક intention, partiesની conduct, contemporaneous communications અને objective documentary evidenceનું મૂલ્યાંકન કરશે.
ખાસ કરીને romantic relationshipમાં કરવામાં આવેલા ખર્ચ અંગે subsequent dispute ઊભો થાય ત્યારે માત્ર પૈસા ખર્ચવામાં આવ્યા હતા એ હકીકતથી repayment obligation ઊભી થતી નથી. જો શરૂઆતથી loanની સ્પષ્ટ understanding હતી તો તેને agreement, message, acknowledgement અથવા અન્ય વિશ્વસનીય documentary evidenceથી સાબિત કરવું મહત્વપૂર્ણ બની શકે છે.
આ કેસમાંથી મળતો વ્યવહારુ સંદેશ
કોઈ વ્યક્તિ મિત્ર, પરિવારના સભ્ય અથવા romantic partnerને મોટી રકમ loan તરીકે આપે ત્યારે “આ loan છે અને આ રકમ પરત કરવાની રહેશે” જેવી સ્પષ્ટ સમજણ contemporaneous writing માં રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે.
બીજી તરફ, જો રકમ gift તરીકે આપવામાં આવી હોય તો સંબંધ ખરાબ થયા પછી માત્ર regret અથવા relationship breakdownના આધારે તેને loan તરીકે ફરીથી વર્ગીકૃત કરી શકાય નહીં.
ચુકાદાનો સાર : પ્રેમસંબંધ દરમિયાન કરેલ ખર્ચ અને ભેટોને બ્રેકઅપ બાદ પરત માગી શકાય નહીં.
સિંગાપોર હાઈકોર્ટે Chander Agarwal v Lee Xiu Hui Felicia કેસમાં Claimantની SGD 468,090ની recovery claim ફગાવી દીધી.
કોર્ટના નિષ્કર્ષ મુજબ disputed sums gifts હતા, loans નહોતા; handwritten agreement Claimantના કેસને સાબિત કરવા પૂરતું નહોતું; fraudulent misrepresentation સાબિત થઈ નહોતી; unjust enrichment માટે જરૂરી failure of basis સાબિત થયું નહોતું; અને institutional constructive trust પણ ઊભો થતો નહોતો.
આ ચુકાદો એ મહત્વપૂર્ણ સિદ્ધાંતને રેખાંકિત કરે છે કે નાણાં આપ્યા હોવાની હકીકત અને નાણાં “લોન” તરીકે આપ્યા હોવાની કાનૂની હકીકત બંને અલગ બાબતો છે. કોર્ટ માટે સૌથી મહત્વનું પ્રશ્ન એ છે કે રકમ આપતી વખતે પક્ષકારોની વાસ્તવિક intention શું હતી અને તેને સમર્થન આપતો objective evidence કેટલો વિશ્વસનીય છે.WordPress Tags:
Chander Agarwal v Lee Xiu Hui Felicia, Singapore High Court, Singapore High Court Judgment, [2026] SGHC 185, Gift or Loan, Loan Agreement, Romantic Relationship, Gifts, Contract Law, Intention to Create Legal Relations, Misrepresentation, Fraudulent Misrepresentation, Unjust Enrichment, Constructive Trust, Institutional Constructive Trust, Documentary Evidence, WhatsApp Evidence, Legal Evidence, Contract Dispute, Singapore Law, Legal News, Important Judgment, કાનૂની ચુકાદો, સિંગાપોર હાઈકોર્ટ, લોન કે ભેટ, કરાર કાયદો, મિસરિપ્રેઝન્ટેશન, અનજસ્ટ એનરિચમેન્ટ
