AIBE માટે IPCના સૌથી મહત્વપૂર્ણ ટોપિક્સ
જે લોકો AIBE પરીક્ષા માટે Indian Penal Code (IPC) વિષય ની તૈયારી પોતાની રીતે કરવા ઇચ્છતા હોય અને ફક્ત important ટૉપિક્સ ની માહિતી જોઈતી હોય એમના માટે આ લિસ્ટ છે. AIBE પરીક્ષા માટે Indian Penal Code (IPC), 1860 ના સૌથી મહત્વપૂર્ણ ટોપિક્સની યાદી નીચે English અને Gujarati બંને ભાષામાં આપી છે. આટલા ટૉપિક્સ તૈયાર કરી લેશો તો લગભગ 8 માર્કસનું આમાં થી પૂછે છે, જેમાંથી લગભગ 6 માર્કસ તો પાક્કા આવી જશે. આ બધા ટૉપિક્સ ની વિસ્તૃત સમજૂતી સાથેના અલગ લેખ પણ આપણે મૂક્યા છે , જે બધા લેખોની લિન્ક નીચે આપી છે.
Click the Language Button below to read in your language.
IPCની મહત્વપૂર્ણ કલમો — Quick Revision
| IPC Section | Topic in English | ગુજરાતીમાં સમજૂતી |
|---|---|---|
| 34 | Common Intention | સમાન ઇરાદાથી કરવામાં આવેલ કૃત્ય |
| 76–106 | General Exceptions | સામાન્ય અપવાદો અને ખાનગી બચાવ |
| 107–120 | Abetment | દુષ્પ્રેરણ |
| 120A–120B | Criminal Conspiracy | ગુનાહિત કાવતરું |
| 141–149 | Unlawful Assembly and Common Object | ગેરકાયદેસર મંડળી અને સામાન્ય ઉદ્દેશ |
| 299–304 | Culpable Homicide and Murder-related Offences | મનુષ્યવધ અને હત્યા સંબંધિત ગુનાઓ |
| 304A | Causing Death by Negligence | બેદરકારીથી મૃત્યુ નિપજાવવું |
| 307 | Attempt to Murder | હત્યાનો પ્રયાસ |
| 319–326 | Hurt and Grievous Hurt | ઇજા અને ગંભીર ઇજા |
| 339–348 | Wrongful Restraint and Confinement | ગેરકાયદેસર અવરોધ અને કેદ |
| 375–376 | Rape | બળાત્કાર |
| 378–379 | Theft | ચોરી |
| 383–402 | Extortion, Robbery and Dacoity | ખંડણી, લૂંટ અને ધાડ |
| 405–409 | Criminal Breach of Trust | ગુનાહિત વિશ્વાસઘાત |
| 415–420 | Cheating | છેતરપિંડી |
| 441–460 | Criminal Trespass and House-Trespass | ગુનાહિત પ્રવેશ અને ગૃહમાં ગેરકાયદેસર પ્રવેશ |
| 463–477A | Forgery and Related Offences | બનાવટ અને સંબંધિત ગુનાઓ |
| 499–500 | Defamation | માનહાનિ |
| 503–506 | Criminal Intimidation | ગુનાહિત ધમકી |
નોંધ: આ IPC ની પરંપરાગત કલમો છે. નવા કાયદા BNS, 2023 માં કલમોની સંખ્યા અને કેટલીક જોગવાઈઓ અલગ છે. પરીક્ષામાં બંને કાયદાઓના પ્રશ્નો આવરી લેવાતા હોવાથી લાગુ પડતા કાયદાની જોગવાઈઓ સરખાવીને વાંચવી જરૂરી છે.
